સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવા માંગતી હતી કેંદ્ર સરકાર, સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ
તાજેતરમાં જ કેન્દ્રિય મંત્રાલય દ્વારા આ કામ માટે પીએસયૂ બ્રોડકાસ્ટ કન્સલ્ટન્ટ ઇન્ડિયા લિ. (બીઇસીઆઇએલ)એ એક ટેન્ડર પણ જાહેર કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતૃણમૃલ કોંગ્રેસના ધારાસભ્ય મહુઆ મોઇત્રાનું કહેવું છે કે સોસિયલ મીડિયા પર નજર રાખવા માટે કેન્દ્ર સરકાર આ બધુ કરી રહી છે. એ બાદ ટ્વિટર, ફેસબુક, ઇન્ટાગ્રામ અને ઇમેઇલમાં રહેલો તમામ ડેટા સુધી કેન્દ્ર સરકાર પહોંચી જશે. જોકે અંગત અધિકારોનું આ સરેઆમ ઉલ્લંઘન છે. જેનાથી દરેક વ્યક્તિની અંગત માહિતી પણ સરકાર સુધી પહોંચી શકે છે.
નવી દિલ્હી: કેંદ્ર સરકારે સોશયલ મીડિયા પર નજર રાખવા માટે સોશિયલ મીડિયા હબ બનાવવાના નિર્ણયને પાછો ખેંચી લીધો છે. સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ આ નિર્ણય કર્યો છે. કેંદ્ર સરકાર સોશિયલ મીડિયા પર બાજ નજર નહી રાખે.
ગત સુનાવણીમાં કોર્ટે સરકાર પાસે જવાબ માંગતા કહ્યું હતું કે, આનાથી દેશ સર્વિલાન્સ સ્ટેટમાં ફેરવાઇ શકે છે. સુપ્રીમ કોર્ટે સુચના અને પ્રસારણ મંત્રાલયના સોશિયલ મીડિયા હબ બનાવવાના નિર્ણય અંગે આકરી ટીકા કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, ઓનલાઇ ડાટા પર નજર રાખવા માટે રચના કરાતાં એ એક બાજ નજર રાખવા જેવી બાબત થઇ જશે. સરકાર નાગરિકોના વોટ્સઅપ સંદેશ ટેપ કરવા ઇચ્છતી હતી. કોર્ટે સરકારને બે સપ્તાહમાં આ મામલે જવાબ માંગ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -