મોદી કેબિનેટમાં મોટો ફેરબદલ, પીયૂષ ગોયલ સંભાળશે નાણાં મંત્રાલય, જાણો વિગત
આ ઉપરાંત એસ એસ અહલુવાલિયાને આઈટી મંત્રાલયમાં રાજ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીયૂષ ગોયલ મોદી સરકારમાં સૌથી પહેલા ઊર્જા મંત્રી હતા. જે બાદ તેમને રેલવે મંત્રાલય સોંપવામાં આવ્યું અને હવે તેમને નાણાં મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભાના ચૂંટણી પરિણામો પહેલા મોદી કેબિનેટમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. મોદી સરકારમાં મહત્વનું ખાતું નાણાં મંત્રાલય સંભાળી રહેલા અરૂણ જેટલીએ હાલમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી છે. જ્યાં સુધી તેઓ સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી નાણાં મંત્રાલયની જવાબદારી પીયૂષ ગોયલને સોંપવામાં આવી છે.
સ્મૃતિ ઇરાની પાસેથી સૂચના પ્રસારણ મંત્રાલય છીનવીને રાજ્ય વર્ધન રાઠોડને સોંપવામાં આવ્યું છે. સ્મૃતિ પાસે રહેલું કાપડ મંત્રાલય ચાલુ રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -