ઓપિનિયન પોલઃ છત્તીગસઢમાં ભાજપ અને કોગ્રેસમાંથી કોને મળશે સ્પષ્ટ બહુમત, જાણો વિગતો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકોને જ્યારે પૂછવામાં આવ્યું કે, ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો કર્યો રહેશે?જેના પર 35.9 ટકા લોકોએ વિકાસને સૌથી મોટો મુદ્દો ગણાવ્યો હતો. 20.71 ટકા લોકોએ બેરોજગારી, 15.71 ટકા લોકોનું કહેવું હતું કે પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતો, 12.58 ટકા લોકોએ ખેડૂતોની સમસ્યા, 10 ટકા લોકોએ ભ્રષ્ટાચારને ફક્ત 3.55 ટકા લોકોએ રાફેલ ડીલને આ ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો ગણાવ્યો હતો.
આ સર્વેમાં 40.71 ટકા લોકોએ કહ્યું કે તેઓ ઇચ્છે છે કે રમનસિંહ મુખ્યમંત્રી તરીકે રહે જ્યારે 19.2 ટકા લોકોએ કોગ્રેસ નેતા ભૂપેશ બઘેલને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતા. લોકોને જ્યારે પૂછવામાં આવ્યું કે, મુખ્યમંત્રી તરીકે રમનસિંહ તરીકે પ્રદર્શન કેવું રહ્યું જેના પર 30.42 ટકા લોકોએ ખૂબ સારુ કહ્યું હતું, 15.1 ટકા લોકોએ સારુ, 19.63 ટકા લોકોએ ખરાબ, 17.55 ટકા લોકોએ ખૂબ ખરાબ, 7.72 ટકા લોકોએ સરેરાશ અને 9.58 ટકા લોકોએ કાંઇ કહી નથી શકતા જણાવ્યું હતું.
ઇન્ડિયા ટીવી-સીએનએક્સ દ્ધારા ચૂંટણી અગાઉ કરાયેલ સર્વે 15 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર વચ્ચે 18થી 60 વર્ષના 3600 મતદારોને સવાલ કરવામાં આવ્યા હતા. જેમાં 1925 પુરુષો અને 1675 મહિલાનો સમાવેશ થાય છે. 90 વિધાનસભા ક્ષેત્રમાં સર્વે કરાયો હતો.
નવી દિલ્હીઃ છત્તીગસઢમાં મુખ્યમંત્રી રમનસિંહની આગેવાનીમાં બીજેપી આગામી મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમત હાંસલ કરી શકે છે. ઇન્ડિયા ટીવી અને સીએનએક્સના ઓપિનિયન પોલ અનુસાર, છત્તીસગઢમાં એકવાર ફરી બીજેપીની સરકાર બનવાની સંભાવના છે. 90 બેઠકો ધરાવતી વિધાનસભામાં બીજેપી 50 કરતા વધુ બેઠકો જીતી શકે છે. જ્યારે કોગ્રેસને 30-35 બેઠકો મળી શકે છે. જ્યારે બહુજન સમાજ પાર્ટી અને અજીત જોગીની જેસીસીજેને સંયુક્ત રીતે 9 બેઠકો મળી શકે છે જ્યારે અન્યને એક બેઠક મળવાની આશા છે.
2013માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને 49 બેઠકો મળી હતી જ્યારે કોગ્રેસને 39 બેઠકો મળી હતી. મતની ટકાવારની વાત કરવામાં આવે તો બીજેપીને 75.2 ટકા, કોગ્રેસને 37.21 ટકા, બીએસપી-જેસીસીજેને 6.38 ટકા મત મળવાની સંભાવના છે જ્યારે અન્યને 14.21 ટકા મત મળી શકે છે. ઉલ્લેખનીય છે કે 2013ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને 41.04 ટકા, કોગ્રેસને 40.29 ટકા મત મળ્યા હતા.ઓપિનિયન પોલ અનુસાર, બીજેપીને 1.16 ટકા મતનો ફાયદો થતો જોવા મળી રહ્યો છે જ્યારે કોગ્રેસને 3.08 મતનું નુકસાન થતું જોવા મળી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -