સુહાગ રાતે પતિએ ઘૂંઘટ ઉઠાવ્યો ને પત્નિને જોઈને તેના ઉડી ગયા હોશ, જાણો રસપ્રદ કિસ્સો
કન્નોજનો આ કિસ્સો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. લગ્નના તમામ કામ પુરા થયા બાદ જ્યારે યુવક દુલ્હનની સાથે સુહાગરાત મનાવવા રુમમાં પહોંચ્યો તો તેના હોંશ ઉડી ગયા હતા. યુવકને ખબર પડી કે તેની પત્ની કિન્નર છે, જ્યારે યુવતીને તો આ વાત પહેલાથી જ ખબર હતી. ગામમાં પંચાયત બાદ યુવતી પક્ષે નાની દીકરી સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘટનાની મળતી માહિતી પ્રમાણે, યુવકના લગ્ન 13 મેના રોજ થયા હતા. સુહાગરાતમાં યુવકે જોયું કે, તેની પત્ની કિન્નર છે, તો તેને ઝટકો લાગ્યો હતો. આ વાત તેણે પોતાની ભાભીને જઈને કહી હતી. તેના બાદ તેના સાસરીવાળાઓને બોલાવવામાં આવ્યા હતા અને સમસ્યાને સોલ્વ કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ કન્યા પક્ષ પોતાના વાયદાથી ફરી જતા યુવક પક્ષે તેમની સામે ફરિયાદ નોંધાવી છે. પીડિતે પોલીસ સામે ન્યાયની માંગણી કરી છે.
જાન ઠઠિયા વિસ્તારના સુખી કુઢના ગામમાં આવી હતી. જ્યારે કે યુવક પક્ષ કાનપુરના દેહાતના ઉખરી ઉરિયા ગામના રહેવાસી છે. હાલ ફરીથી શનિવારે પંચાયત મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ પોલીસ ફરિયાદ મળતા તપાસ શરૂ કરવામાં આવી છે.
કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુરના સુંગધનગરી કન્નોજમાં લગ્ન પછી દુલ્હાને એવો કડવો અનુભવ થયો કે તેની ખુશીનો માહોલ માતમમાં છવાઈ ગયો. સુહાગરાતે તેના પર દુખના વાદળો છવાઈ ગયા. તે જે યુવતીને લગ્ન કરીને લાવ્યો હતો, તે કિન્નર નીકળી હતી. બાદમાં પંચાયત બોલાવવામાં આવી તો ખબર પડી કે, દુલ્હાને યુવતીની નાની બહેન બતાવવામાં આવી હતી, પરંતુ મોટી બહેન સાથે તેના લગ્ન કરાવી દીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -