PM મોદી જેવા દેખાતા આ ભાઈ કોંગ્રેસ માટે કરશે પ્રચાર, કહ્યું- નહીં આવે અચ્છે દિન
નવી દિલ્હીઃ પીએમ મોદી જેવા જ દેખાતા અભિનંદન પાઠક છત્તીગસઢમાં ભાજપ વિરૂદ્ધ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. હેરાનીની વાત એ છે કે, અભિનંદન પાઠક પીએમ મોદી જેવા જ દેખાય છે, ચાલે છે અને બોલે છે. શુક્રવારે પીએમ મોદીના છત્તીસગઢના પ્રવાસ પહેલા કોંગ્રેસે અભિનંદન પાઠકને ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતાર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા અહેવાલ અનુસાર અભિનંદન નક્સલ પ્રભાવિત વિસ્તાર બસ્કરમાં કોંગ્રેસ માટે પ્રચાર કરસે અને સતત નારા લગાવશે કે અચ્છે દિન નહીં આવે. પાછક વિતેલા મહિને જ કોંગ્રેસમાં સામેલ થયા હતા. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાજ બબ્બર પણ હાજર હતા. આ પહેલા અભિનંદન પાઠક રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના સભ્ય હતા અને યૂપીના ઉપાધ્યક્ષ હતા.
પ્રચાર દરમિયાન પાઠકે કહ્યું કે, મોદી જેવો દેખાતો હોવાથી લોકો મને પૂછે છે કે અચ્છે દિન ક્યારે આવશે. તેણે કહ્યું કે, આમ લોકોની સમસ્યા જોઈને વિતેલા મહિને ભાજપના સહયોગી દળ છોડીને કોંગ્રેસમાં સામેલ થયો.
અભિનંદન પાઠક કાળું નાણું અને 15 લાખ રૂપિયા આમ આદમીના ખાતામાં નાંખવાના વચનને લઈને પીએમ મોદી પર સતત નિશાન સાધતા રહ્યા છે અને તેની નકલ ઉતારે છે. પોતાની સભાઓમાં તે મોટેભાગે એવો નારો આપે છે કે, મિત્રો, અચ્છે દિન ક્યારેય નહીં આવે. ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢમાં ચૂંટણી નજીક છે અને બસ્તર વિસ્તારમાં 12 વિધાનસભા સીટ માટે 12 નવેમ્બરના રોજ વોટિંગ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -