છત્તીસગઢ ચૂંટણીઃ બીજા તબક્કામાં પણ 72 % જંગી મતદાન
અહીંયા 77 લાખથી વધારે પુરૂષો અને 76 લાખથી વધારે મહિલાઓ સહિત દોઢ કરતા કરતા વધારે મતદારો છે. બીજા તબક્કાની 72 બેઠકો માટે 19000 મતદાન કેંદ્રો પર સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને હેલિકોપ્ટર અને ડ્રોનની મદદ લેવામાં આવી છે. આ સાથે જ એક લાખ કરતા વધારે સુરક્ષાકર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે.
રાજ્યમાં આ વખતે ત્રીકોણીયો જંગ થવાની સંભાવના છે. જેમાં એક તરફ ભાજપ છે, તો બીજી તરફ કૉંગ્રેસ. જ્યારે માયાવતી અને અજીત જોગીનું ગઠબંધન રાજ્યમાં ત્રીજા માર્ચા તરીકે ઉભરીને સામે આવ્યું છે.
બીજા તબક્કામાં અજીત જોગી, યુદ્ધવીર સિંહ જુદેવ, રેણુ જોગી, વિધાનસભા અધ્યક્ષ ગૌરીશંકર અગ્રવાલ, નેતા વિપક્ષ ટીએસ સિંહદેવ, 9 મંત્રીઓ સહિત 1079 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થશે.
રાયપુરઃ છત્તીસગઢમાં થઈ રહેલી વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 19 જિલ્લાની 72 વિધાનસભા સીટ પર આજે વોટિંગ થઈ રહ્યું છે. સાંજે 6 કલાક સુધીમાં 71.93 ટકા વોટિંગ નોંધાયું છે. સીએમ રમણ સિંહે કવાર્ધાથી તેમનો વોટ આપ્યો હતો. પૂર્વ સીએમ અજીત જોગી વ્હીલ ચેરમાં બેસીને વોટ આપવા આવ્યા હતા.