છત્તીસગઢના સુકમામાં મોટો નક્સલી હુમલો, વિસ્ફોટ થતાં CRPFના આઠ જવાન શહીદ થયા

નોંધનીય છે કે, ગયા વર્ષે એપ્રિલમાં સુકમા જિલ્લામાં સીઆરપીએફ જવાનો પર મોટો નક્સલી હુમલો થયો હતો. આ હુમલામાં 25 જવાન શહીદ થયા હતા.
ગૃહમંત્રી રાજનાથ સિંહે બીજુ ટ્વીટ કરતાં કહ્યું કે, હું એ પરિવારો માટે શોક વ્યક્ત કરું છું જેમને એટેકમાં પોતાનાઓને ગુમાવ્યા, આ હુમલામાં ઘાયલ થયેલા જવાનોની જલ્દી રિક્વરી માટે ભગવાન પાસે પ્રાર્થના કરુ છું. આ આખી ઘટના પર નજર રાખવામાં આવી રહી છે. સીઆરપીએફ સુકમા ડીજી પાસેથી હું આ મામલે અંગે સતત માહિતી લેતો રહું છું.
નવી દિલ્હીઃ છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલિઓ અને સીઆરપીએફ જવાનો વચ્ચે અથડામણ થઇ, જે લગભગ 2 કલાક સુધી ચાલી અને આ અથડામણમાં અત્યાર સુધી આઠ સીઆરપીએફ જવાનો શહીદ થયાના સમાચાર મળી રહ્યાં છે. જોકે, હજુ સુધી પુરેપુરી માહિતી સામે નથી આવી શકી.
ગૃહમંત્રી રાજનાથ સિંહે દુઃખ વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું - 'છત્તીસગઢના સુકમામાં થયેલા આઇડી બ્લાસ્ટથી ખુબ દુઃખી છુ, હું એ જવાનોને નમન કરુ છું જેમને દેશની સેવા કરતા કરતાં પોતાનો જીવ આપી દીધો છે.'
સ્પેશ્યલ ડીજી (એન્ટી નક્સલ ઓપરેશન) ડીએમ અવસ્થીએ જણાવ્યું કે, સીઆરપીએફની 212 બટાલિયનનું એક ગ્રુપ કિસ્ટારામના જંગલીય વિસ્તારમાં પેટ્રૉલિંગ માટે નીકળ્યું હતું તે સમયે તેમનું વાહન નક્સલીઓ દ્વારા પાથરવામાં આવેલા લેન્ડ માઇનની ઝપેટમાં આવી ગયું અને તેમાં વિસ્ફોટ થઇ ગયો. વધારોની ફોર્સ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. અત્યારે કોઇ ફાયરિંગ નથી થઇ રહ્યું.