ટીએસ સિંહ દેવ કે ભૂપેશ બઘેલ કોણ બનશે છત્તીસગઢના મુખ્યમંત્રી, રાહુલ ગાંધી આજે કરશે નિર્ણય
નવી દિલ્હી: ત્રણ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ માંથી બે રાજ્યોમાં કૉંગ્રેસે મુખ્યમંત્રીની જાહેરાત કરી દિધી છે. પરંતુ છત્તીસગઢના મુખ્યમંત્રીને લઈને સસ્પેંસ છે. છત્તીસગઢમાં પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ ભૂપેશ બઘેલ, ટીએસ સિંહ દેવ, તામ્રધ્વજ સાહૂ અને ચરણદાસ મહંત સીએમની રેસમાં છે. તમામ નેતાઓ દિલ્હીમાં છે. આજે તેઓ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બેઠક કરશે, જેમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App11 ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા હતા. જેમાં કોંગ્રેસે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બાજી મારી હતી. આ ત્રણે રાજ્યોના મુખ્યમંત્રીઓના નામ માટે સસ્પેંસ રહ્યા બાદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રીના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, હજી છત્તીસગઢના મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, આજે શનિવારે આ સસ્પેન્સ ઉપર પણ પડદો ઉઠી જશે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકે કમલનાથનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજસ્થાનમાં અશોક ગેહલોતનું નામ ખુલ્યું છે. રાજસ્થાનમાં સચિન પાયલટને ઉપ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
છત્તીસગઢ કોંગ્રેસના અધ્યક્ષ ભૂપેશ સિંહ બઘેલે કહ્યું હતું કે, અમે હાઈકમાન્ડ પર નિર્ણયનો અધિકાર છોડ્યો છે. ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢ કૉંગ્રેસના નેતાઓ દિલ્હીમાં છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત પણ કરી હતી. ત્યારે આજે છત્તીસગઢ મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -