છત્તીસગઢમાં ચૂંટણી પહેલા કયા દિગ્ગજ નેતા કૉંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા, જાણો વિગત
રાયપુર: છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ રામદયાલ ઉઈકે કૉંગ્રસનો હાથ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. રામદયાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી ડૉ.રમનસિંહની હાજરીમાં પાર્ટી સદસ્યતા લીધી. રામદયાલ પાલીનાખારથી કૉંગ્રેસના ધારાસભ્ય હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૉંગ્રેસના સાંસદ તામ્રધ્વજ સાહુએ કહ્યું કે કૉંગ્રેસે તેને ઘણું બધુ આપ્યું હતું. તેમને પાર્ટીના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ પણ બનાવ્યા હતા. ટીએસ સિહંદેવે કહ્યું કે રામદયાલનું ભાજપામાં જોડાવું આશ્ચર્યજનક છે.
ભાજપના જોડાયા બાદ તેમણે કહ્યું કે, “કૉંગ્રેસમાં આદિવાસી નેતાની ઉપેક્ષા થઈ. કૉંગ્રેસ આદિવાસી હિતેચ્છુ પાર્ટી નથી રહી. કૉંગ્રેસની કથની અને કરનીમાં ફર્ક છે.” ચાર વખત ધારાસભ્ય રહી ચુકેલા રામયદયાલને અજિત જોગીએ ભાજપમાંથી કૉંગ્રેસમાં સામેલ કર્યા હતા. તે 2000માં ભાજપ છોડી કૉંગ્રેસમાં જોડાયા હતા.
છત્તીસગઢમાં સૌથી વધુ 18 નક્સલ પ્રભાવિત ચૂંટણી ક્ષેત્રમાં 12 નવેમ્બર પહેલા પ્રથમ ચરણની ચૂંટણી યોજાવાની છે. તેના બાદ 20 નવેમ્બરે અન્ય 72 બેઠકો પર બીજા ચરણની ચૂંટણી થવાની છે. જેનું પરિણામ 11 ડિસેમ્બરે યોજાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -