છત્તીસગઢમાં ભાજપના નેતાની સેક્સ સીડીના કેસમાં કોંગ્રેસના ક્યા નેતાની થઈ ધરપકડ ? જાણો વિગત
કથિત સેક્સ સીડી મામલે ભૂપેશ બઘેલને અલગ-અલગ ઘારોઓ મામલે આરોપી બનાવવામાં આવ્યા છે. બઘેલને 120બી, 469, 471 આઈટી એક્ટ 67 એ મુજબ આરોપી બનાવાયા છે. છત્તીસગઢના ખૂબ ચર્ચિત સેક્સ સીડી કાંડમાં ભૂપેશ બઘેલ સોમવારે રાયપુરની સીબીઆઈની વિશેષ કોર્ટમાં રજૂ થયા હતા. આ દરમિયાન તેમની સાથે કૉંગ્રેસના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
રાયપુર: છત્તીસગઢમાં 2017માં કથિત સેક્સ સીડી વાયરલ થઈ હતી જે મામલે છત્તીસગઢ કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભૂપેશ બઘેલને સીબીઆઈ કોર્ટે દોષી માન્યા છે. ભૂપેશ બઘેલને 14 દિવસ માટે જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. બઘેલ 8 ઓક્ટોબર સુધી રિમાન્ડ પર રહેશે. આ મામલે વિજય ભાટિયા અને વિનોદ વર્માને જામીન મળી ગયા છે.
ભૂપેશ બઘેલ સેક્સ સીડી બાંટવા માટે દોષી માનવામાં આવ્યા છે. આરોપી વિજય ભાટીયા અને વિનોદ વર્માને જામીન મળી ગયા છે. બંનેને એક-એક લાખ રૂપિયા પર જામીન મળ્યા છે. ભૂપેશ બઘેલને સીબીઆઈની સ્પેશયલ કોર્ટ જેલ મોકલવાનો આદેશ સંભળાવ્યો છે. બઘેલે આ પહેલા જામીન લેવાનો ઈનકાર કર્યો હતો. બઘેલે કહ્યું તેઓ આ મામલે જામીન નહી માંગે અને જેલ જશે. જેના કારણે તેમને કોર્ટમાંથી સીધા જેલ મોકલી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે 27 ઓક્ટોબર 2017ના એક કથિત સેક્સ ટેપ વાયરલ થઈ હતી, જેમાં છત્તીસગઢના એક મંત્રીનું નામ સામે આવ્યું હતું. બાદમાં આ મામલે દિલ્હીથી પત્રકાર વિનોદ વર્માની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલામાં ભાજપે કૉંગ્રેસ નેતાઓ પર કથિત સેક્સ સીડી વહેંચવાનો આરોપ લગાવ્યો હતો. સીડી કાંડમાં આરોપી વિનોદ વર્મા સાથે ભૂપેશ બઘેલ સામે રાયપુરમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.