ટિકીટ વહેંચણી મામલે કોંગ્રેસમાં બખાડો, છત્તીસગઢની પાર્ટી ઓફિસમાં તોડફોડ અને ધમાલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાર્યકર્તાઓના આ હંગામા પર પાર્ટી નેતા આર.તિવારીનું કહેવું છે કે, આ કોંગ્રેસના કાર્યકર્તાઓની ભવનાઓ છે, તેને બોલવાનો હક છે. જે લોકો હંગામો કરી રહ્યા હતા, તેમની સાથે પીએલ પુનિયાએ વાત કરી છે. ત્યારબાદ નારાજ કાર્યકર્તાઓ ચાલ્યા ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, આ બેઠક પર રાજ્ય સરકારના મંત્રી વૃજમોહન અગ્રવાલ જીતતા આવ્યા છે. આ જ કારણ છે કે કોંગ્રેસે જાતિગત જોડતોડના હિસાબે જ કન્હૈયા અગ્રવાલને ટિકીટ આપી છે.
રાયપુર દક્ષિણ બેઠક માટે ઉમેદવારના નામ માટે કોંગ્રેસ સમર્થકોએ ઓફિસમાં તોડફોડ કરી. નારાજ કાર્યકર્તાઓએ ખુરશીઓ સુધી તોડી નાંખી હતી. કાર્યકર્તા રાયપુર દક્ષિણમાં કન્હૈયા અગ્રવાલને ટિકીટ આપવાથી નારાજ છે. માત્ર રાયપુર જ નહીં પણ બિલાસપુરમાં પણ ટિકીટ વહેંચણીને લઇને કોંગ્રેસ કાર્યકર્તાઓએ હંગામો કર્યો હતો.
નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની યાજાનારી વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, રાજકીય પાર્ટીઓમાં ટિકીટ વહેંચણીને લઇને ધમાસાન વધી રહ્યું છે. છત્તીસગઢમાં પણ કંઇક આવો જ નજારો સામે આવ્યો છે. અહીં ટિકીટ વહેંચણી વહેંચણીને લઇને કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ અને ધમાલ થઇ ગઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -