કર્ણાટક: કુમારસ્વામીના મંત્રીમંડળનું આજે થશે વિસ્તરણ, કોંગ્રેસના કેટલા મંત્રીઓ લેશે શપથ
બીએસપીના એકમાત્ર ધારાસભ્ય એન.મહેશને પણ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. કારણ કે કર્ણાટકમાં ચૂંટણી પહેલા જેડીએસ અને બીએસપી વચ્ચે ગઠબંધન થયું હતું અને બંને પાર્ટીઓએ મળીને ચૂંટણી લડી હતી. શપથગ્રહણ સમારોહમાં બીએસપીના વરિષ્ઠ નેતા સતીષ શર્મા પણ સામેલ થશે.
તેમણે કહ્યું હતું કે, મંત્રીમંડળમાં બેઠકો અને વિભાગોની ફાળવણી અંગે કોઈ જ મતભેદ નથી. વાસ્તવમાં તેમને ભાવિ મંત્રીમંડળની પસંદગી કરવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષને પૂરી સ્વતંત્રતા અપાઈ હતી.
બીજી તરફ મંત્રીમંડળમાં બેઠકો અને વિભાગોની ફાળવણી અંગે જેડીએસ વિધાનસભ્યોની વચ્ચે કોઈ પણ પ્રકારના મતભેદ હોવાનું નકારી કાઢ્યું હતું અને કહ્યું હતું કે પાર્ટી અધ્યક્ષ દેવેગોવડાને બીજા તબક્કાના મંત્રીમંડળના વિસ્તાર માટે સ્વતંત્રતા અપાઈ છે.
રાજભવનમાં થવા જઈ રહેલા આ શપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસના 21 કે 22 મંત્રીઓ થપથ લેશે, જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી.કે.શિવકુમાર પણ સામેલ હશે. આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા જી.પરમેશ્વરે કેબિનેટના પહેલા વિસ્તરણની વાતને સમર્થન આપ્યું હતું. કર્ણાટકમાં બુધવારે બપોરે 2 કલાકે કુમારસ્વામીની કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે.
કર્ણાટકનાં મુખ્યમંત્રી એચ.ડી કુમારસ્વામીએ જણાવ્યું હતું તે, રાજ્યમાં જેડીએસ-કોંગ્રેસ મોરચા સરકારના પહેલા તબક્કાના મંત્રીમંડળનું વિસ્તરણ આજે (બુધવાર) કરવામાં આવશે. જેમાં JDSના ઓછામાં ઓછા 9 ધારાસભ્યો મંત્રી બનશે. નવા બનેલા મંત્રીમંડળમાં 20થી વધુ મંત્રીઓના શામેલ કરવાની સંભાવના છે. કોંગ્રેસ અને જેડીએસમાં 22-12ના ફોર્મ્યુલા પર સમાધાન કરવામાં આવ્યું હતું.
કર્ણાટક: કર્ણાટકમાં બુધવારે જેડીએ-કોંગ્રેસ સરકારના મંત્રીમંડળનો સાથે શપથ ગ્રહણ સમારોહ રાખવામાં આવ્યો છે. બપોરે અંદાજે 2 વાગે રાજ્યપાલ વજુભાઈ વાળા રાજભવનમાં નવા મંત્રીઓને શપથ અપાવશે.