રાજસ્થાનમાં ફરીથી બનશે અમારી જ સરકાર, તુટી જશે 5 વર્ષે સરકાર બદલવાનો નિયમઃ વસુંધરા રાજેએ કર્યો દાવો
ઉલ્લેખનીય છે કે, 2013માં થયેલી ચૂંટણીમાં 200 ધારાસભ્યોમાંથી બીજેપીને 163 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને 21 બેઠકો જ મળી શકી હતી. હવે આ વખતે ફરીથી બીજેપીની સરકાર રાજ્યમાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવસુંધરાએ કહ્યું કે, દેશમાં બીજેપી સારુ કામ કરી રહી છે અને લોકોને વિશ્વાસ છે. દાવો કર્યો કે ડિસેમ્બરમાં લોકો રાજસ્થાનમાં પાંચ વર્ષે સત્તા પરિવર્તનનો ટ્રેક રેકોર્ડ બદલી નાંખશે. તેમને કહ્યું 50 વર્ષ સુધી કોંગ્રેસે રાજ કર્યુ પરિવર્તન કેમ ના આવ્યુ એટલા માટે કોઇ રિવૉલ્વિંગ પૉલીસી લાવવા કે તેના ચક્કરમાં પડવાની જરૂર નથી.
દરે ટર્મે બદલાઇ જતી રાજ્યોની સરકારો પર વસુંધરાએ દાવો કરતાં કહ્યું કે, 2003માં રાજ્યમાં બીજેપીની સરકાર પૂર્ણ બહુમતી સાથે બની હતી, હવે ડિસેમ્બરમાં પણ તે દેખાશે. પાંચ વર્ષે ખુરશી બદલાઇ જાય એ વાતો હવે જુની છે. અમે ફરીથી સત્તામાં આવીશું.
જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીને લઇને પ્રચાર અને પ્રહારો કરવાના શરૂ થઇ ગયા છે. બીજેપીએ રાજસ્થાનમાં ફરીથી પોતાની સરકાર બનવાનો દાવો કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું કે આ બધી જુની વાતો છે. અમે ફરીથી સત્તામાં આવીશું
- - - - - - - - - Advertisement - - - - - - - - -