બેલેટ પેપરથી ચૂંટણીની માંગ પર ઓપી રાવત બોલ્યા, પાર્ટીઓ પોતાની હાર છુપાવવા EVM પર ઉઠાવે છે સવાલ
હાલમાં કૈરાના અને પાલઘર પેટા ચૂંટણી દરમિયાન વિરોધી પક્ષોએ ઈવીએમમાં મોટો પાયે ગરબડની ફરિયાદ કરી હતી અને ચૂંટણી પંચની વિશ્વસનિયતા પર સવાલ ઉઠાવ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસે ઈવીએમ હેકિંગની ફરીયાદ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈવીએમની વિરૂદ્ધમાં સૌથી પહેલા યૂપી વિધાનસભા બાદ બસપાએ અવાજ ઉઠાવ્યો હતો. ત્યારબાદ સપા, આમ આદમી પાર્ટી, આરજેડી, ટીએમસી, વામદળ અને એનસીપી ઈવીએમનો વિરોધ કરી રહ્યું છે. પાર્ટીઓ બીજી વખત બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરી રહ્યા છે.
તેમણે કહ્યું, આયોગે ગત જૂલાઈના તમામ દળોની બેઠકમાં જાહેરાત કરી હતી કે આગળ પણ વીવીપેટ મશીનો સાથે ઈવીએમનો પ્રયોગ કરાશે. તેમણે કહ્યું, મતદાન પ્રક્રિયામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા વધારવા માટે ઈવીએમની સાથે વીવીપેટનો પણ ઉપયોગ કરાશે.
નવી દિલ્લી: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી બાદ ઈવીએમ પર વાંરવાર ઉઠી રહેલા સવાલો અને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ પર ચૂંટણી પંચે મોટુ નિવેદન આપ્યું છે. ઓપી રાવતે કહ્યું, ઈવીએમને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યા છે, કારણ કે મશીનો બોલી નથી શકતી અને રાજકીય પાર્ટીઓને પોતાની હાર છુપાવવા માટે કોઈને જવાબદાર ગણાવવાની જરૂર હોય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -