✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ચીનની ચાલાકીઃ ભારતને ઘેરવા ડોકલામમાં બનાવ્યો નવો રસ્તો, સેનાની ચોકીઓને ખતરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Mar 2018 10:30 AM (IST)
ચીનની ચાલાકીઃ ભારતને ઘેરવા ડોકલામમાં બનાવ્યો નવો રસ્તો, સેનાની ચોકીઓને ખતરો
1

2

3

આગામી મહિને એટલે એપ્રિલના મહિનામાં રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ ચીનની સત્તાવાર યાત્રા પર જવાના છે. આ યાત્રાનો હેતુ બન્ને દેશોના સંબંધોમાં આવેલી કડવાહટ દુર કરવાનુ મનાઇ રહ્યું છે.

4

રક્ષા રાજ્યમંત્રી સુભાષરાવ ભાભરે પણ તાજેતરમાંજ ચેતાવણી આપી હતી કે ચીન સીમા પર તનાવ બરકરાર છે અને તે હજુ પણ વધી શકે છે.

5

ઉલ્લેખનીય છે કે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં લેખિત નિવેદન આપીને માહિતી આપી હતી કે ડોકલામમાં બન્ને દેશોની સેનાઓ જરૂર પાછળ હટી ગઇ છે પણ ચીન ત્યાં થોડે દુર (એટલે ઉત્તરીય ડોકલામમાં) મોટી સંખ્યમાં સૈનિકોના બેરિક અને હેલિપેડ તૈયાર કરી રહ્યું છે.

6

નવી દિલ્હીઃ ચીને ફરી એકવાર ડોકલામને લઇને ભારતની ચિંતાઓ વધારી દીધી છે. ચીન સેનએ ડોકલામમાં ફરી એકવાર રસ્તો બનાવવાનો શરૂ કરી દીધો છે. આ રસ્તો ડોકા લા માં ભારતીય ચોકીએથી લગભગ 4-5 કિલોમીટર દુર છે, જ્યાં ગયા વર્ષે બન્ને દેશોની સેનાઓ 73 દિવસ સુધી એકબીજાની સામે આવી ગઇ હતી.

7

ભારતીય સેનાનો પક્ષ હજુ સુધી આ મામલે નથી મળી શક્યો, બધાન નજર હવે બધાની નજર હવે એ મુદ્દા પર છે કે શું ભારતીય સેના ફરીથી રસ્તો બનાવવાનું કામકાજ રોકવાનો પ્રયાસ કરશે કે નહીં. કેમકે છેલ્લે ચીને ભારતની પૉસ્ટથી માત્ર 100 મીટર દુર જ રસ્તો બનાવવાની કોશીશ કરી હતી. પણ આ વખેત આ અંતર 4-5 કિલોમીટર છે. પણ નવો રસ્તો એ વિસ્તારમાં બનાવવામા આવ્યો છે જે ચીન અને ભૂટાનનો વિવાદિત વિસ્તાર છે.

8

'ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના રિપોર્ટ્સ અનુસાર ચીને અહીં 1.3 કીલોમીટર લાંબો રસ્તો બનાવી લીધી છે. જોકે ભારતીય સેના તરફથી આ નવા રોડ વિશે કોઇ પ્રતિક્રિયા નથી મળી. પણ સુત્રોનું માનીએ તો આ રસ્તો પણ ચીન દક્ષિણી ડોકલામ સુધી પહોંચવા માટે યૂઝ કરવા માગે છે.

9

સુત્રો અનુસાર, ભારતમાં ડોકાલા સીમાથી આ રસ્તો લગભગ 4-5 કિલોમીટર દુર છે. આ રસ્તો ચીનની સેનાએ શિયાળાની સિઝનમાં બનાવવાનો શરૂ કરી દીધો હતો, એટલે ચીનની સેના તે જગ્યાથી તો પાછળ હટી ગઇ હતી જ્યાં ભારતે વિરોધ કર્યો હતો. પણ તેને જામફેરી રિઝન સુધી પહોંચવા માટે તેના પછી ત્યાંથી થોડો દુર રસ્તો બનાવવાનું કામ શરૂ કરી દીધું હતું. જામફેરી રિઝ પરજ ભૂટાનની સેનાની છેલ્લી પૉસ્ટ છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ચીનની ચાલાકીઃ ભારતને ઘેરવા ડોકલામમાં બનાવ્યો નવો રસ્તો, સેનાની ચોકીઓને ખતરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.