લદ્દાખમાં ચીનની બે વખત ઘૂસણખોરીની કોશિષ, ભારતીય જવાનોએ કરી નાકામ
લદ્દાખ : ડોકલામ તણાવ વચ્ચે ચીને હવે લદ્દાખમાં તેમનો રંગ બતાવ્યો છે. ચીની સેનાએ તેમની હરકતોથી હાલની સ્થિતિમાં તણાવ પેદા કરવાની કોશિશમાં આ વખતે ચીનના જવાનોએ લદ્દાખમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં હતા પણ તેમને ભારતીય જવાનોએ નાકામ કર્યા હતા. ચીની સેનાઓ નાકામ થતાં ભારતીય જવાનો પર પથરાવ કર્યો તેનો જવાબ એજ અંદાજમા આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચીની સૈનિકોને ઘૂસણખોરી કરવા સફળતા ન મળતા તેઓએ પથરાવ શરૂ કર્યો હતો. તેનો જવાબ ભારતીય જવાનોએ એ જ અંદાજમાં આપતા સ્થિતિ ઉગ્ર બની હતી. પથરાવમાં કેટલાંક ચીની સૈનિકો ઘાયલ થયાની ખબર છે. તો કેટલાક ભારતીય જવાનોને પણ ઇજા થઈ છે. જો કે સમાચાર એજન્સી પ્રમાણે દિલ્લીમાં ભારતીય સેનાના પ્રવક્તાએ આ ઘટના પર કોઇપણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
ચીની સૈનિકોએ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાની કોશિશ લદ્દાખની પ્રખ્યાત ઝીલ પૈંગાંગ તળાવ પાસે કરી હતી. ચીની સૈનિકોએ લદ્દાખના જે વિસ્તારમાં ઘૂસવાની કોશિશ કરી હતી તેને ફિંગર ફોર અને ફિંગર ફાઇવ કહે છે. ઘૂસણખોરીની કોશિશ મંગળવારે સવારે 6 વાગ્યે કરવામાં આવી હતી. અને બીજીવાર સવારે નવ વાગ્યે કરી હતી. પરંતુ સતર્કતાથી ચોકી કરતા ભારતીયો જવાનોએ માનવ શ્રૃંખલા બનાવી બંને વખત તેમને નાકામ કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -