ભારતીય સીમામાં 4 KM સુધી અંદર ઘૂસ્યા ચીની સૈનિકો, ભારતીય સેનાએ ટક્કર આપી ખદેડ્યા
ચીન અને ભારતની વચ્ચે આ પહેલા ડોકલામને લઇને વિવાદ થઇ ચૂક્યો છે. જ્યાં 72 દિવસો માટે ભાર અને ચીની સેનાઓ આમને સામને રહી હતી. જોકે, આ વિવાદનું બાદમાં સમાધાન કરી દેવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચીને ઉત્તરાખંડના બારાહોતીમાં 6 ઓગસ્ટ, 14 ઓગસ્ટ અને 15મી ઓગસ્ટે ઘૂસણખોરી કરી, આ દરમિયાન ચીની સેના PLAના સૈનિકો અને કેટલાક સિવિલિયન, બારાહોતીની રિમખિમ પૉસ્ટની નજીક આવેલા દેખાયા હતા.
નવી દિલ્હીઃ ભારત અને ચીનની વચ્ચે છેલ્લા કેટલાય સમયથી સીમા પર વિવાદ ચાલુ છે. ચીની સતત મિત્રતાનો દાવો કરીને પીઠ પાછળ કંઇક અલગ જ સ્ટૉરી લખી રહ્યું છે. મીડિયાને મળેલી ITBPના એક રિપોર્ટ અનુસાર, ચીને ઓગસ્ટ મહિનામાં ત્રણ વાર ભારતીય સીમામાં ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરી હતી.
રિપોર્ટ અનુસાર, ચીન સૈનિક લગભગ 4 કિલીમીટર સુધી ભારતીય સીમાની અંદર સુધી ઘૂસી આવ્યા હતા. રિપોર્ટનુ માનીએ તો જ્યારે 15 ઓગસ્ટ આપણે દેશની આઝાદીની વર્ષગાંઠ મનાવી રહ્યાં હતા ત્યારે ચીની સૈનિકો ભારતીય સીમામાં ઘૂસૂ રહ્યાં હતાં. ITBP ના જવાનોએ ટક્કર આપી ચીની સૈનિકો અને તેમના નાગરિકોને પાછા ધકેલી દીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -