ટ્રેન અકસ્માતના 16 કલાક બાદ અમૃતસર પહોંચ્યા CM અમરિંદર સિંહ
આ ભયાનક ઘટના પછી પંજાબમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે ટ્વિટ કર્યું છે કે, અમૃતસર રેલવે દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં એક દિવસનો શોક રાખવામાં આવશે. આજે પંજાબની દરેક સ્કૂલ-કોલેજ અને ઓફિસોમાં રજા જાહેર કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમૃતસરઃ અમૃતસર ટ્રેન અકસ્માતના 16 કલાક બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા છે. સવાલોના જવાબ આપતા તેમમે કહ્યું કે, હું તો ઈઝરાયલના પ્રવાસ પર તેલ અવીવ જઈ રહ્યો હતો. તે પ્રવાસ કેન્સલ કરીને આવ્યો છું, આ કારણ આવવામાં મોડું થયું છે.
મુખ્યમંત્રી અમરિંદર સિંહે 16 કલાક પછી હોસ્પિટલની મુલાકાત લઈને પીડિતોની હાલત જાણી છે. તેમણે કહ્યું છે કે, આ ઘટનામાં 59 લોકોના મોત થયા છે જ્યારે 57 લોકો ઘાયલ થયા છે. શક્ય હશે તેટલા જલદી મૃતકોના પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવશે. 9 સિવાય બાકી બધા મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસને ઘટનાની તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે અને 4 સપ્તાહમાં રિપોર્ટ જમા કરવાનું કહેવામાં આવ્યું છે.
પંજાબ સરકારનું કહેવું છે કે, અમૃતસરમાં રાવણ દહન જોઈ રહેલાં લોકો બે ટ્રેનની અડફેટે આવી ગયા હતા તેમાં રેલવે વિભાગની કોઈ ભૂલ નથી. ઘટના પછી અમૃતસર પહોંચેલા રાજ્યમંત્રી મનોજ સિન્હાએ શનિવારે કહ્યું કે, આ દુર્ઘટનામાં રેલવે વિભાગની કોઈ ખામી નથી. રેલવે પ્રશાસનને આ આયોજનને કોઈ માહિતી આપવામાં આવી નથી. ત્યાંના સ્થાનિક પ્રશાસનના અગ્રણી અધિકારીએ પણ કહ્યું કે, આ પ્રમાણેના કોઈ આયોજનને મંજૂરી આપવામાં આવી નથી. જ્યારે સ્થાનિક પ્રશાસનને જ રાવણ દહનના કાર્યક્રમ વિશે જાણ નથી તો રેલવે વિભાગને કેવી રીતે ખબર હોય?
- - - - - - - - - Advertisement - - - - - - - - -