પંજાબની રેલી પહેલા રાજનીતિ શરૂ, કેપ્ટન અમરિન્દરે PM મોદીને આપી આ બે ચેલેન્જ

ચંદીગઢઃ 2019ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબમાં રેલીને સંબોધિત કરશે. પણ પીએમ મોદીને પંજાબ પહોંચતા પહેલાજ આના પર રાજનીતિ શરૂ થઇ ગઇ છે.
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકાર હવે સીધા સામાન્ય લોકો સાથે જોડાઇ રહ્યાં છે. આ જ આગેવાનીમાં પીએમ મોદી આજે ખેડૂતોને સાધવાની કોશિશ કરશે. પીએમ આજે પંજાબના મલોટમાં ખેડૂત રેલીને સંબોધિત કરશે.
તેમને લખ્યું છે કે, અમારા પરેશાન ખેડૂતો તમારી પાસેથી કંઇક પૉઝિટીવ સાભળશે તો સારુ લાગશે, કૃપા કરીને તેમને નિરાશ ના કરતાં.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે પીએમ મોદી બે ચેલેન્જ આપ્યા છે. તેમને ટ્વીટ કરીને પીએમને પ્રવાસ પહેલા કહી દીધુ છે કે, પીએમે ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરી દેવી જોઇએ.
અમરિન્દર સિંહે કહ્યું કે, મને આનંદ છે કે, વડાપ્રધાન પંજાબના ખેડૂતોને સંબોધિત કરશે. હું કહેવા માગીશ કે વડાપ્રધાને આ અવસરે દેવા માફીની જાહેરાત કરી દેવી જોઇએ અને આની સાથે તેમને સ્વામિનાથન રિપોર્ટની ભલામણોને લાગુ કરવાની જાહેરાત કરી દેવી જોઇએ.