મમતા સરકારે ફરી રદ્દ કરી યોગીની રેલી, પશ્ચિમ બંગાળમાં જનસભા સંબોધિત કરવા રોડ માર્ગે પુરૂલિયા પહોંચ્યા CM યોગી
આ પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહના હેલિકોપ્ટરને પણ ઉતરવાની મંજૂરી આપવામાં ન આવતા જેને લઈને ઘણો વિવાદ થયો હતો. મમતા બેનર્જી સરકાર તરફથી હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી ન આપવામાં આવતા ભાજપે કહ્યું હતું કે ટીએમસી સરકાર ભાજપના નેતાઓથી ડરી ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા રવિવારે બંગાળમાં મમતા બેનર્જીની સરકારે તેમનું ચોપર ઉતારવાની મંજૂરી ન આપતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફોનના માધ્યમથી દિનાપુર જિલ્લામાં આયોજીત ગણતંત્ર બચાઓ જનસભાને સંબોધિત કરી હતી. ત્યારબાદ આજે પશ્ચિમ બંગાળ સરકારે યોગીની પુરૂલિયા રેલીને પણ મંજૂરી નથી આપી, એવામાં યોગી આદિત્યનાથે રોડ માર્ગે પશ્ચિમ બંગાળની સરહદમાં પ્રવેશ કર્યો હતો.
કોલકાતા: યોગી આદિત્યનાથે આજે પશ્ચિમ બંગાળના પુરૂલિયામાં એક જનસભાને સંબોધિક કરતા મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. પુરૂલિયામાં હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી ન મળતા રસ્તાના માર્ગથી પહોંચેલા યોગી આદિત્યનાથે મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું, જો પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બની તો ટીએમસીના ગુંડા ગળામાં તખ્તી લગાવીને ફરશે. યોગી આદિત્યનાથે જનસભાને સંબોધિત કરતા મમતા સરકાર પર નિશાન સાધ્યું હતું. યોગી આદિત્યનાથે કહ્યું, ગરીબોને પૈસા બંગાળ સરકાર ખાઈ જાય છે.
ઉલ્લેખનીય છે કે પુરૂલિયા જનસભા સંબોધિત કરવા માટે પહેલા સીએમ યોગી હેલિકોપ્ટરથી ઝારખંડ પહોંચ્યા, જ્યાંથી તેઓ રસ્તાના માર્ગે બોકારો પહોંચી રેલી સ્થળ સુધી પહોંચ્યા હતા. જ્યારે બીજી તરફ રાજધાની કોલકાતામાં મમતા બેનર્જી સીબીઆઈ અને પોલીસના વિવાદમાં ઘરણા પર બેસીને કેંદ્રની મોદી સરકાર પર નિશાન સાધી રહી છે. એવામાં બંગાળાં પુરૂલિયામાં ભાજપના ફાયરબ્રાન્ડ નેતા યોગીની રેલીએ રાજ્યમાં રાજકારણ ગરમાવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -