100 રૂપિયાના આ સિક્કાથી તમે દૂધ, દહીં નહીં ખરીદી શકો, કારણકે...........
નવી દિલ્હીઃ મોદી સરકારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપીની યાદમાં તેમના 94માં જન્મદિવસના એક દિવસ પહેલા 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. આ એક સ્મારક સિક્કો છે. જેના પર વાજયેપીની તસવીર અને નામ છપાયેલું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સિક્કો હાલ ચલણમાં રહેલા 1, 2, 5 અને 10 રૂપિયાના સિક્કાથી અલગ છે. આ સિક્કો અન્ય સિક્કાની જેમ ચલણમાં નહીં આવે. તેને 3,300થી 3,500 રૂપિયાના પ્રીમિયમ ભાવે વેચવામાં આવશે. આ સિક્કો ચાર અલગ અલગ ધાતુઓમાંથી બનાવવામાં આવ્યો છે. 35 ગ્રામ વજનના આ સિક્કામાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ, 5 ટકા જસત અને 5 ટકા નિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ્સ મુજબ સિક્કાની ડિઝાઇનિંગ અને બનાવટ મુંબઈ ટંકશાળે કરી છે. લોકો અહીંયાથી પણ સિક્કાની સીધી ખરીદી કરી શકશે. સિક્કા પર અટલજીનું નામ હિન્દી અને અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે. તસવીરના નીચલા હિસ્સામાં તેમનું જન્મ વર્ષ 1924 અને મૃત્યુ વર્ષ 2018 પણ લખવામાં આવ્યું છે.
સિક્કાની એકબાજુ અટલ બિહારી વાજપેયીની તસવીર અને બીજી બાજુ અશોક સ્તંભ છે. સ્તંભની નીચે સત્યમેવ જયતે અને રૂપિયાના ચિહ્ન સાથે 100 લખેલું છે. આ ઉપરાંત અંગ્રેજી અને હિન્દીમાં ભારત લખેલું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -