જૂની 500ની નોટ હોય તો જલદી વાપરી નાંખો, આ તારીખે થઈ જશે બંધ, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Dec 2016 11:24 AM (IST)
 જૂની 500ની નોટ હોય તો જલદી વાપરી નાંખો, આ તારીખે થઈ જશે બંધ, જાણો
1

નવી દિલ્લી: નોટબંધી પછી ઘણી જરૂરી જગ્યાઓ પર 500ની જૂની નોટ વાપરવાનો સમય કાલે ખતમ થવા જઈ રહ્યો છે. સરકારે આજે તેની જાહેરાત કરી દીધી છે. સરકારે આ છૂટ પહેલા 24 નવેમ્બર સુધી આપી છે. જો કે બાદમાં તેને વધારીને 15 ડિસેમ્બર સુધી કરવામાં આવી હતી.

2

નાણા મંત્રાલયનું માનવું છે કે ઘણી જગ્યાઓ પર પેટ્રોલ પંપવાળા કમિશન લઈને જૂની નોટ બદલવાનું કામ કરી રહ્યા છે. કારણ કે પેટ્રોલ પંપને ઑઈલ કંપનીને પૈસા ચેકથી આપવાના હોય છે. એવામાં જ્યારે પેટ્રોલ પંપ પર પાંચ સૌની જૂની નોટ આવે છે તો તેને બેંકમાં જમા કરાવી દે છે અને નવી નોટોનું કમીશન લઈને બદલવાના કામમાં લગાવી દે છે. ઘણી જગ્યાઓ પર પેટ્રોલ પંપવાળા 30-35 ટકા કમીશન લઈ રહ્યા છે.

3

અહીં તમને જણાવી દઈએ કે 500ની જૂની નોટનો ઉપયોગની છૂટ હટાવ્યા પછી તમે જૂની પાંચસોની નોટ 30 ડિસેમ્બર સુધી બેંકમાં બદલાવી શકો છો. એટલું જ નહીં 31 માર્ચ સુધી રિઝર્વ બેંક ઑફ ઈંડિયાની શાખાઓમાં પણ જૂની નોટ બદલાવી શકો છો.

4

અત્યાર સુધી જરૂરી સેવાઓ જેવી કે સરકારી હોસ્પિટલ, રેલ-એર બુકિંગ, દૂધ-બૂથ અને પેટ્રોલ પંપો પર જૂની નોટ 15 ડિસેમ્બર સુધી ચાલવાનો નિયમ બનાવ્યો હતો. સરકારે આ જગ્યાઓ પર 24 નવેમ્બર સુધી જ જૂની નોટ ચલાવવાનો નિર્ણય કર્યો હતો.

5

6

  • હોમ
  • India-news
  • દેશ
  • જૂની 500ની નોટ હોય તો જલદી વાપરી નાંખો, આ તારીખે થઈ જશે બંધ, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો