✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજસ્થાનમાં ભાજપની ભૂંડી હાર, કોંગ્રેસના ઉમેદવારોની લીડ જાણીને લાગી જશે આંચકો, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Feb 2018 10:55 AM (IST)
1

માંડલગઢ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિવેક ધાકડે ભાજપના શક્તિસિંહ હાડાને 12,976 1800 મતે હાર આપી છે. આ બેઠક પર ભાજપ પહેલાં આગળ હતો પણ પછી હારી ગયો. 2013માં આ બેઠક પર ભાજપનાં કીર્તિ કુમારી ધાકડ સામે 18,450 મતે જીત્યાં હતાં ને એ જ ધાકડે 30 હજારની લીડ કાપી છે.

2

અજમેર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રઘુ શર્મા 84,414 મતે જીતી ગયા છે. તેમણે ભાજપના ઉમેદવાર રામસ્વરૂપ લાંબાને કારમી હાર આપી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના સંવરલાલ જાટે કોંગ્રેસના સચિન પાયલોટને 1,71,983 મતે હાર આપી હતી. આમ કોંગ્રેસે લગભગ સાડા ત્રણ લાખની લીડ કાપી છે.

3

અલવર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કરણસિંહ યાદવ 1,96,496 મતે જીતી ગયા છે. તેમણે ભાજપના ઉમેદવાર જસવંતસિંહ યાદવને કારમી હાર આપી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના મહંત ચાંદનાથે કોંગ્રેસના ભંવર જીતેન્દ્રસિંહને 2,83,895 મતે હાર આપી હતી. આમ કોંગ્રેસે લગભગ 5 લાખની લીડ કાપી છે.

4

ભાજપ માટે આઘાતજનક વાત એ છે કે ભાજપે અગાઉની ચૂંટણીઓમાં ત્રણેય બેઠકો જંગી બહુમતીથી જીતી હતી. કોંગ્રેસે એ લીડ તો કાપી જ છે પણ તેના ઉપરાંત જંગી સરસાઈથી જીત મેળવી છે.

5

અમદાવાદઃ રાજસ્થાનમાં યોજાયેલી બે લોકસભા અને એક વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપને બહુ મોટો ફટકો પડ્યો છે. અજમેર અને અલવર લોકસભા બેઠકો તથા માંડલગઢ વિધાનસભા એ ત્રણેય બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જંગી સરસાઈથી જીતી ગયા હોવાથી ભાજપમાં સોપો પડી ગયો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • રાજસ્થાનમાં ભાજપની ભૂંડી હાર, કોંગ્રેસના ઉમેદવારોની લીડ જાણીને લાગી જશે આંચકો, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.