✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના વિરૂદ્ધમાં કોંગ્રેસનું ‘ભારત બંધ’ આજે, જાણો ક્યા રાજ્યમાં જોવા મળશે વધારે અસર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Sep 2018 07:07 AM (IST)
1

કોંગ્રેસના ભારત બંધના આહ્વાનમાં દેશના અગિયાર રાજ્યોમાં વધારે અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં છે, ઓડિશા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ગોવા, મધ્યપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, તમિલનાડૂ, હરિયાણા, કેરળ, તેલંગાણા. આ ઉપરાંત બંધની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોની સુરક્ષા વ્યવસ્થામાં વધરો કરવામાં આવ્યો છે, જ્યારે શાળા અને કોલેજોમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે.

2

વિપક્ષે માગ કરી છે કે, પેટ્રોલ અને ડીઝલ પરની સેન્ટ્રલ એક્સાઇઝ ડયૂટીમાં ઘટાડો કરો, પેટ્રોલ અને ડીઝલ પર રાજ્યો દ્વારા વસુલાતા વેટમાં ઘટાડો કરો દેશભરમાં ખેડૂતોની લોન માફ કરો. ખેડૂતોને કૃષિ ઊપજના સક્ષમ ભાવ આપો, પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવો, મોંઘવારી અને ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યનને લઈને પગલા લો.

3

કોંગ્રેસના કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના વડા અને પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે, 10મી સપ્ટેમ્બરના રોજ સવારે 9થી બપોરના 3 સુધી બંધ પાળવામાં આવશે જેથી સામાન્ય જનતાને અગવડ ન પડે. સૂરજેવાલાએ દાવો કર્યો હતો કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 50 ટકાનો વધારો થયો છે. વર્ષ 2014થી પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝડયૂટીમાં અનુક્રમે 211 અને 443 ટકાનો વધારો ઝીંકાયો છે. ભારત બંધ પહેલાં દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અજય માકને જણાવ્યું હતું કે, 10મી સપ્ટેમ્બરના ભારત બંધમાં કોઇ પ્રકારની હિંસા નહીં થાય. કોંગ્રેસ પ્રેરિત બંધને 21 રાજકીય પાર્ટીઓ દ્વારા સમર્થન અપાયું છે.

4

નવી દિલ્હીઃ કોંગ્રેસ તરફથી સોમવારે ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે જેમાં અનેક વિપક્ષી પાર્ટી એક સાથે દેશમાં પેટ્રોલ અને ડીઝલ-ગેસની વધતી કિંતમના વિરોધમાં પ્રદર્શન કરશે. એનસીપીસ ચીફ શરદ પવાર, ડીએમકે ચીફ એમ કે સ્ટાલિન અને વામપંથી નેતાઓએ કોંગ્રેસના ભારત બંધને સમર્થન આપ્યું છે જ્યારે તૃણમુલ કોંગ્રેસ અને આપ પાર્ટી આ બંધથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. કુલ 21 પક્ષ આ બંધનું સમર્થન કરી રહ્યા છે જેમાં એનસીપી, જેડીએસ, આરજેડી, એમએનએસ, ડીએમકે સામેલ છે. શિવસેનાએ પણ આ બંધથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે જ્યારે બીજેડીએ ન સમર્થન અને ન તો વિરોધની જાહેરાત કરી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના વિરૂદ્ધમાં કોંગ્રેસનું ‘ભારત બંધ’ આજે, જાણો ક્યા રાજ્યમાં જોવા મળશે વધારે અસર
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.