કર્ણાટકમાં કોંગ્રેસનો ભાજપ પર મોટો આરોપ, કહ્યું- 15 કરોડ રૂપિયા અને મંત્રી પદની ધારાસભ્યોને આપવામાં આવી ઓફર
હાલ બીજેપી પાસે 104 ધારાસભ્યો છે અને તેમને બહુમત માટે 112 ધારાસભ્યોની જરૂર છે. કોંગ્રેસ પાસે 78 અને જેડીએસ પાસે 38 મળીને કુલ 116 ધારાસભ્યો છે. આ સિવાય કોંગ્રેસના દોવો છે કે, 2 અપક્ષના ધારાસભ્યો તેમના સમર્થનમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસે એક ઓડિયો ક્લિપ પણ જાહેર કરી છે. જેમાં યેદુરપ્પાનો દીકરો એક કોંગ્રેસ ધારાસભ્યને મંત્રી પદની લાલચ આપી રહ્યો છે.
કોંગ્રેસે કહ્યું કે તેમના ધારાસભ્યોને 15 કરોડની ઓફર આપવામાં આવી છે. બીજી તરફ યેદુરપ્પાના પુત્ર પર ધારાસભ્યોને હોટલ ગોલ્ડ ફિંચમાં બંધક બનાવીને રાખ્યા હોવાનો આરોપ લાગ્યો છે.
બેંગ્લોરઃ કર્ણાટકમાં થોડા સમયમાં જ બીજેપીના યેદુરપ્પાની સરકાર રહેશે કે જાશે તે સ્પષ્ટ થઈ જશે. હાલ કર્ણાટક વિધાનસભામાં નવા ધારાસભ્યો શપથ લઈ રહ્યા છે. કોંગ્રેસ ધારાસભ્યો સાથે સોદાબાજી કરી રહી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -