મોદીને હરાવવા કોંગ્રેસ, સપા-બસપા અને આરએલડીનું મહાગઠબંધન, બેઠકો પણ થઇ ગઇ નક્કી, જાણો વિગતે
જોકે, થોડાક દિવસો પહેલા જ ગોરખપુર-ફૂલપુર અને કેરાના લોકસભા બેઠકો પર થયેલી પેટાચૂંટણીમાં આ પક્ષોની એકતાએ બીજેપીને હરાવવામાં સફળતા મેળવી હતી. આમાં ગોરખપુર બેઠક પર બીજેપીની હાર સપા-બસપા ગઠબંધનની સૌથી મોટી જીતી હતી.
ઉત્તરપ્રદેશમાં લોકસભાની સૌથી વધુ 80 બેઠકો છે, 2014ની ચૂંટણીમાં બીજેપીની આગેવાનીમાં એનડીએને 73 બેઠકો મળી હતી, જેમાં એકલી બીજેપીએ 71 બેઠકો પર પરચમ લહેરાવ્યો હતો.
સુત્રોનું કહેવું છે કે, મહાગઠબંધનમાં કોંગ્રેસને 8 બેઠકો મળશે, સપાને 30 બેઠકો મળી શકે છે, આરએલડીની બેઠકો સપાના જ કોટામાં હશે. વળી સૌથી વધુ બેઠકો માયાવતીની પાર્ટી બસપાને મળી શકે છે. બસપાને 40 બેઠકો મળવાનું અનુમાન છે. જોકે બેઠકોની આ ફોર્મ્યૂલા અંતિમ નથી.
નવી દિલ્હીઃ આગામી 2019ની લોકસભા ચૂંટણીમાં મોદી અને બીજેપીને હરાવવા માટે વિપક્ષીની એકતા સામે આવી છે. સુત્રોથી મળતી માહિતી અનુસાર, ઉત્તરપ્રદેશમાં બીજેપીને હરાવવા માટે કોંગ્રેસ, સપા, બસપા અને આરએલડીએ મહાગઠબંધન કરી દીધુ છે, આ તમામ પક્ષો સાથે મળીને લોકસભા ચૂંટણી લડશે. આ માટે બેઠકો પણ નક્કી થઇ ગઇ છે. જોકે, હજુ ફાઇનલ ચર્ચા બાકી છે.