કર્ણાટક પર કોંગ્રેસની નવી ચાલ, ગોવા, મણીપુર, મેઘાલય અને બિહારમાં સરકાર બનાવવાની કરી માંગ
મણીપુર અને મેઘાલયઃ- બન્ને રાજ્યોના પૂર્વ મુખ્યમંત્રી શુક્રવારે રાજ્યપાલો સાથે મુલાકાત કરશે, અહીં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે.
બન્ને પાર્ટીઓની પાસે આ રાજ્યોમાં સૌથી વધુ બેઠકો છે, પણ સરકારો ભાજપ-એનડી ગઠબંધનની છે. કોંગ્રેસ અને આરજેડીએ કહ્યું કે, કર્ણાટકની તર્જ પર રાજ્યપાલ તેમને પણ સરકાર બનાવવા માટે બોલાવે. રાજદ નેતા તેજસ્વી યાદવે બિહાર સરકારને બર્ખાસ્ત કરવાની માંગ કરે છે. આ માટે રાજદ શુક્રવારે ધરણા યોજશે. જુઓ કયા કયા રાજ્યોમાં સરકાર બનાવવાની માંગ કરી...
ગોવાઃ- આ લિસ્ટમાં સૌથી ટૉપ ગોવા સ્ટેટ છે. કોંગ્રેસ નેતા યતીશ નાઇકે કહ્યું કે, ''2017માં કોંગ્રેસ 17 બેઠકો જીતીને વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી બની, પણ રાજ્યપાલે 13 બેઠકો વાળી ભાજપાને સરકાર બનાવવા માટે બોલાવી. હવે કર્ણાટકમાં રાજ્યપાલે સૌથી મોટી પાર્ટી ભાજપાને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. એટલા માટે માંગ કરે છે કે રાજ્યપાલ અમને પણ સરકાર બનાવવા માટે બોલાવે.''
બિહારઃ- રાજદ નેતા તેજસ્વી યાદવે કહ્યું, ''અમે કર્ણાટકમાં લોકતંત્રની હત્યાના વિરોધમાં શુક્રવારે ધરણા આપીશું. બિહારમાં રાજ્યપાલ પાસે માંગ કરશે કે હાલની સરકારને બર્ખાસ્ત કરે. કર્ણાટકની જેમ સૌથી મોટી પાર્ટી (આરજેડી)ને સરકાર બનાવવા માટે બોલાવે. રાજ્યપાલનો સમય મળી ગયો છે.''
નવી દિલ્હીઃ કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી ભાજપા (104 બેઠકો)ને સરકાર બનાવવાનું આમંત્રણ આપવાને લઇને ગુરુવારે રાજકીય ગરમી ચરમસીમાએ પહોંચી ગઇ. હવે કોંગ્રેસે ગોવા, મણીપુર, મેઘાલય અને રાજદ સાથે બિહારમાં સરકાર બનાવવાનો મોકો આપવાની માંગ કરી છે. વિપક્ષના નેતાઓએ શુક્રવારે રાજ્યપાલો સાથે મુલાકાત કરવાનો સમય માંગ્યો છે.