કર્ણાટકમાં 2019 ની લોકસભા ચૂંટણી સાથે મળીને લડશે કોંગ્રેસ-જેડીએસ
આ જાણકારી પાર્ટીના ઉચ્ચ પદસ્થ સુત્રોએ આપી હતી. જેડીએસના મહાસચિવ કુંવર દાનિશ અલીએ બંન્ને પક્ષોના વચ્ચે સહમતીની ખાતરીની સહયોગીયો વચ્ચે વિભાગોની વહેંચણીને લઈ બંન્ને દળો ના નેતાએ વચ્ચે પાંચ વખત વાર્તાલાપ થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: વિપક્ષી તાકાતોને એક મંચ આપનાર કર્ણાટક આવનારી ચૂંટણીની ભવિષ્યવાણી કરવા લાગ્યુ છે. મંત્રાલયની વહેંચણીને લઈ લાંબી ખેંચતાણ બાદ કોંગ્રેસ અને જેડીએેસે સહમતી બનાવી લીધી છે. તો હવે કર્ણાટકમાં ગઠબંધન સરકારે એલાન કર્યુ છે કે તે 2019ની લોકસભા ચૂંટણી સાથે મળીને લડશે. કોંગ્રેસ નેતા કે સી વેણુગોપાલે મીડિયાને આ વાતની જાણકારી આપી છે.
સુત્રોનું કહેવું છે કે વિદેશમાં રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને કર્ણાટકમાં ખાતાઓની વહેંચણી પરના કરાર ને લઈ વિશ્વાસમાં લીધા છે, રાહુલ ગાંધી પોતાની માતા સોનિયા ગાંધીના ઈલાજ માટે વિદેશ ગયા છે. જેડીએસ મહાસચિવ કુંવર દાનિશ અલીએ પણ બંન્ને પાર્ટીયો વચ્ચે ગૃહ અને નાણા વિભાગને લઈ સહમતી થઈ હોવાની ખાતરી આપી છે.
કોંગ્રેસ-જેડીએસ સરકારમાં આખરે વિભાગોની પણ વહેંચણી થઈ ગઈ છે. વાતચીત દરમ્યાન બંન્ને પક્ષો આ વાત પર સહેમત થયા હતા કે જેડીએસને નાણાકીય ખાતુ અને કોંગ્રેસ પાસે ગૃહખાતુ રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -