દિગ્વિજયસિંહની નર્મદા યાત્રા, કહ્યું- ‘6 મહિના બાદ કરશે મોટો ખુલાસો’
દિગ્વિજય સિંહની નર્મદા યાત્રા હવે ધીમે ધીમે વેગ પકડી રહી છે. નર્મદાના બન્ને કિનારાની આ ત્રણ હજાર કિલોમીટર લાંબી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાવા લાગ્યા છે. કૉંગ્રેસ નેતાઓનો દાવો છે કે ભલે તે તેની આ અંગત યાત્રા હોય પણ તેનાથી વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટીને તાકાત મળશે. બીજી બાજુ દિગ્વિજય સિંહે કહ્યું કે આ તેની અંગત આધ્યાત્મિક યાત્રા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યાત્રાનો પ્રારંભ વિજ્યાદશમીથી થયો છે. એક દિવસમાં 15 થી 20 કિલોમીટર ચાલવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. દિગ્વિજય સિંહ નર્મદાની બન્ને કિનારેની પરિક્રમા કરનારી યાત્રામાં 100થી વધુ વિધાનસભા સીટોથી પસાર થશે. હવે જોવાનું એ છે કે 6 મહિનાની આ નર્મદા પરિક્રમા બાદ દિગ્વિજય સિંહના કદને ક્યાં લઈ જશે?
હોશંગાબાદ: મધ્યપ્રદેશની રાજનીતિ આ દિવસે નર્મદા કિનારે ફરી રહી છે. પહેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નર્મદાની યાત્રા કરી હવે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ નર્મદાની પદયાત્રા પર નિકળી પડ્યા છે. દિગ્વિજય સિંહ સાથે 75 જેટલા શ્રદ્ધાળુઓ અને તેમની પત્ની અમૃતા રાય પણ યાત્રામાં જોડાયા છે. તેમણે કહ્યું કે 6 મહિના બાદ તેઓ મોટો ખુલાસો કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -