BJP અને RSSના નેતાઓના ઘરનું એક કુતરુ પણ આઝાદી માટે કુરબાન થયુ નથીઃ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગે

ખડગેએ બીજેપી પર આરોપ લગાવતા કહ્યું કે, બીજેપીની સરકાર બંધારણ બદલવા માગે છે પણ અમે છેલ્લા શ્વાસ સુધી આમ નહીં થવા દઇએ.
કોંગ્રેસ મહાસચિવ ખડગેએ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં પાર્ટીની જન સંઘર્ષ યાત્રાના બીજા તબક્કાની શરૂઆત માટે આયોજિત એક રેલીમાં પહોંચ્યા હતા. અહીં સંબોધન દરમિયાન ખડગેએ કહ્યું કે, આપણે લોકોએ (કોંગ્રેસે) દેશ માટે પોતાનુ જીવન બલિદાન કરી દીધુ છે. ઇન્દિરા ગાંધીએ દેશની એકતા, અખંડતા માટે બલિદાન આપ્યું, રાજીવ ગાંધીએ દેશ માટે પોતાની જીવન કુરબાન કર્યું. મને બતાવો કે દેશની આઝાદી માટે બીજેપી અને સંઘ (નેતાઓ)ના ઘરેથી એક કુતરુ પણ કુરબાન થયુ છે.
ફેઝપુરઃ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ એક વિવાદિત નિવેદન આપીને રાજનીતિ ગરમાવી દીધી છે. પાર્ટી નેતા ખડગેએ કહ્યં કે, દેશમાં આઝાદી માટે RSS અને BJPના નેતાઓના ‘ઘરેથી એક કુતરાએ’ પણ પોતાનું બલિદાન નથી આપ્યું.