ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા આ દિગ્ગજ નેતાની સુરક્ષા વધારવામાં આવી, જાણો વિગત
ચંદીગઢઃ પંજાબ સરકારના કેબિનેટ મંત્રી અને પૂર્વ ભારતીય ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુની સુરક્ષા વધારવામાં આવી હોવાની જાણકારી મળી છે. સિદ્ધુની નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે સિદ્ધુને એક બુલેટપ્રૂફ વાહન પણ ઉપલબ્ધ કરાવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવેમ્બર 2018માં કોંગ્રેસે સિદ્ધુના જીવ પર ખતરાની શક્યતા વધી હોવાનો ઉલ્લેખ કરી સીઆઈએસએફની સુરક્ષા માંગી હતી. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ અંગે ગૃહમંત્રી રાજનાથ સિંહને એક પત્ર લખ્યો હતો.
સુરજેવાલાએ લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, સિદ્ધુ જાણીતો રાજકીય હસ્તી અને પૂર્વ ક્રિકેટર છે. તેણે પંજાબમાં ડ્રગ માફિયાઓ સામે અભિયાન ચલાવ્યું છે. સમગ્ર દેશના લોકો તેને પ્રેમ કરે છે. ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયા બાદ તેના પર ખતરો વધી ગયો છે. સિદ્ધુ પાર્ટીના વિવિધ કાર્યક્રમો માટે દેશભરમાં ભ્રમણ કરતો હોય છે. તેથી હું તમને તેને સીઆઈએસએફ સુરક્ષા આપવામાં આવે તેવો આગ્રહ કરું છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -