જીવતા હતા ત્યારે અવગણના કરી, હવે BJP અટલજીનો રાજકીય ઉપયોગ કરી રહી છેઃ કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પીએલ પૂનિયાએ કહ્યું કે, જ્યારે અટલજી જીવતા હતા ત્યારે બીજેપીએ તેમની અવગણના કરી, આજે અટલ બિહારી વાજપેયી, મુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ અડવાણીને ભારતીય જનતા પાર્ટીના પૉસ્ટરોમાં પણ જગ્યા નથી મળતી. પોસ્ટર્સમાં માત્ર નરેનદ્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ મળે છે. પૂનિએ કહ્યું કે, હવે વાજપેયીના નિધન બાદ હવે તેમનો આ રીતે રાજકીય ઉપયોગ કરવો ઠીક નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, આ પહેલા અટલ બિહારી વાજપેયીના ભત્રીજી અને કોંગ્રેસના નેતા કરુણા શુક્લાએ પણ અટલની અસ્થિ કળશ યાત્રા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમનું કહેવું હતું કે, બીજેપી આ કળશ યાત્રા માત્ર મતો માટે અને દેખાડા માટે કાઢી રહી છે.
હવે આ મુદ્દાએ રાજકીયરૂપ પણ લઇ લીધુ છે. કોંગ્રેસ પાર્ટીએ અસ્થિ કળશ યાત્રાને લઇને બીજેપી પર નિશાન સાધ્યં છે. કોંગ્રેસનું કહેવું છે કે, બીજેપી હવે અસ્થિ કળશ યાત્રાને એક રાજકીય યાત્રાના રૂપમાં ઉપયોગ કરી રહી છે.
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અસ્થિ કળશ યાત્રા આખા દેશમાં કાઢવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે બીજેપીના બધા પ્રદેશ અધ્યક્ષોને અસ્થિ કળશ સોંપયા, હવે આ બધા રાજ્યોમાં જઇ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -