'સંસદમાં પણ થાય છે કાસ્ટિંગ કાઉચ, જાતિય સતામણીથી કોઈ ક્ષેત્ર બાકી નથી', ક્યાં મહિલા સાંસદે કર્યું આ ચોંકાવનારું નિવેદન?
સરોજ ખાને કહ્યું કે, મારી વાતને લોકો ખોટી રીતે લઈ રહ્યાં છે. મેં તો ફક્ત એટલું જ કહ્યું છે કે, દરેક ધંધામાં કાસ્ટિંગ કાઉચ થાય છે. હવે તે આપણા પર છે કે શું કરવા માંગીએ છીએ ને શું નહીં. હું બળાત્કાર જેવા ગુનાઓને યોગ્ય નથી ઠેરાવતી. પરંતુ મારુ કહેવું છે કે, લોકો ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર જ કેમ આંગળી ચીંધે છે. શું આ બધું ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બહારની દુનિયામાં નથી થતું?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરોજ ખાનના આ નિવેદનને લઈને વિવાદ થયો હતો અને ઠેર ઠેર તેની ટીકા થવા લાગી હતી. જો કે સરોજ ખાને પોતાના નિવેદનને લઈને માફી માંગી લીધી હતી અને કહ્યું હતું કે, જે પ્રશ્નના જવાબમાં કહ્યું તેની તો ચર્ચા જ નથી થઈ રહી. મેં શું ખોટું કહ્યું. જે હકીકત છે તે જ કહી છે.
જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ અને બળાત્કાર મામલે કહ્યું હતું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બળાત્કાર અને કાસ્ટિંગ કાઉચ થાય છે તો રોટલો પણ મળે છે, જેની સાથે પણ આમ થાય છે તેને ત્યજી નથી દેવામાં આવતા, તેને કામ પણ મળે છે.
રેણુકા ચૌધરીએ કહ્યું હતું કે, કાસ્ટિંગ કાઉચની સમસ્યા માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નથી, દરેક ક્ષેત્રમાં તેમ જ થઈ રહ્યું છે. આ એક કડવી હકીકત છે. એવુ ના માનવામાં આવે કે સંસદ પણ તેમાથી બાકાત નથી અને અન્ય કાર્યસ્થળ તેનાથી બાકાત છે. આ એવો સમય છે જ્યારે ભારતે અવાજ ઉઠાવવાનો શરૂ કરી દીધો છે. ક્યાં છે- મી ટૂ. આપણે ભારતીયો પણ હવે કાસ્ટિંગ કાઉચ મામલે જાહેરમાં સામે આવીએ છીએ અને કહે છે કે, મારી સાથે પણ આમ થયું હતું.
નવી દિલ્હીઃ જાણીતી કોરિયોગ્રાફર સરોજ ખાનના કાસ્ટિંગ કાઉચ ફિલ્મ ઉદ્યોગનો ભાગ હોવાનો નિવેનદ પર વિવાદ ઉભો થયો છે. હવે આ મુદ્દે અલગ અલગ ટિપ્પણીઓ આવી રહી છે. કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, આવું માત્ર ફિલ્મ ઉદ્યોગમાં જ નથી પરંતુ દરેક જગ્યાએ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -