PM મોદી ખોટું બોલ્યા વિના 15 મિનિટ બોલી બતાવે, જાણો કોણે ફેંક્યો આ પડકાર
પીએમ મોદીએ કર્ણાટકની એક સભામાં રાહુલ ગાંધીને જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસ અધ્યક્ષે મને પડકાર આપ્યો છે કે, જો તેઓ 15 મિનિટ સંસદમાં બોલશે તો હું બેસી નહીં શકું. પરંતુ, જો તેઓ 15 મિનિટ બોલશે તો તે પણ મોટી વાત હશે. હું કોંગ્રેસ અધ્યક્ષ સામે બેસી ન શકું. તમે નામદાર છો, અમે કામદાર છીએ. અમે તો સારા કપડાં પણ નથી પહેરી શકતા તો તમારી સામે બેસીશું કેવી રીતે? તમે હાથમાં કાગળ લીધા વગર કર્ણાટક સરકારની સિદ્ધિઓ જ જનતાની સામે બોલી બતાવો.’ ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં 12મી મેએ પહેલા તબક્કામાં મતદાન થવાનું છે. જ્યારે 15મી મેએ મતગણતરી થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલ ગાંધીએ 23મી એપ્રિલે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં એક સભાને સંબોધિત કરી ‘સંવિધાન બચાવો અભિયાન’ની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, ‘પહેલા સરકારે સંસદને રોકી. મોદીજી સંસદમાં ઊભા થવાથી ગભરાય છે. તેમણે નીરવ મોદી માટે સંસદ ઠપ કરી દીધી. મને સંસદમાં 15 મિનિટનો સમય આપી દો, તે મારી સામે ઊભા નહીં રહી શકે. તેઓ નીરવ મોદી અને રાફેલના મુદ્દા પર જવાબ નહીં આપી શકે.’
સુષ્મિતા દેવએ કહ્યું કે, પીએમ મોદીની પાસે જય શાહ (ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર), રાફેલ ડીલ અને પીયૂષ ગોયલને લગતા મુદ્દાઓ પર કોઈ જવાબ નથી. સુષ્મિતાએ કહ્યું કે, ‘રાહુલ ગાંધી જે ભાષામાં બોલશે, સાચું જ બોલશે. રાહુલે રાફેલ મુદ્દા પર બોલવાની વાત કરી છે. શું વડાપ્રધાન 15 સેકન્ડ પણ ભ્રષ્ટાચાર અને મહિલા સુરક્ષાના મુદ્દા પર બોલી શકે છે?’
બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં પીએમ નરેન્દ્ર મોદીની એન્ટ્રી સાથે રાજનીતિ ગરમાઈ ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને 15 મિનિટ સુધી વાંચ્યા વગર બોલવાની પીએમ મોદીના પડકાર બાદ કોંગ્રેસે હવે તેમના પર પ્રહાર કર્યા છે. મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેવએ પીએમ મોદીને પડકાર ફેંકતા કહ્યું કે, તે ખોટું બોલ્યા વિના 15 મિનિટ બોલી બતાવે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -