કર્ણાટકમાં તોડ-જોડની રાજનીતિના આરોપો લાગ્યા, આ MLA એ કહ્યું- મને ભાજપે મંત્રી પદની ઓફર કરી
નવી દિલ્હીઃ કર્ણાટકમાં હવે ધારાસભ્યોને તોડ-જોડની રાજનીતિનો આરોપ-પ્રતિઆરોપ લાગવાનું શરૂ કરી દીધો છે. કર્ણાટકમાં સત્તા માટે ભાજપ અને જેડીએસ-કોંગ્રેસે પ્રયત્નો પુરજોશમાં કરી દીધા છે. કોંગ્રેસ અને જેડીએસે આરોપ લગાવ્યો છે કે ભાજપ તેમના ધારાસભ્યોનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યું છે. બન્ને પાર્ટીઓએ દાવો કર્યો છે કે તેમના જીતેલા ધારાસભ્યો સાથે જ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેડીએસ નેતા સરવાનાએ કહ્યું કે, અમે નથી જાણતા કે (ભાજપ) શું ઓફર કરી રહ્યુ છે, પણ અમારા લોકોનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યું છે. અમે બધા એકસાથે છીએ. અમારી પાર્ટીને કોઇ અડી નથી શકતું. અમારા બધા એમએલએ વિશ્વાસનીય છે.
કોંગ્રેસ ધારાસભ્ય અમરેગોડા લિંગાનાગૌડા પાટીલ બાચ્ચાપુરે કહ્યું કે, ભાજપ નેતાઓએ તેને મંત્રી પદની ઓફર આપી છે. આ પહેલા કહેવામાં આવ્યું છે કે, બીએસ યેદિયુરપ્પાએ સરકાર બનાવવા માટે ફરીથી ‘ઓપરેશન લૉટસ’ ચાલુ કર્યુ છે. તે કોંગ્રેસના ચાર અને જેડીએસના છ ધારાસભ્યોના સંપર્કમાં છે. બધાને મંત્રી પદની ઓફર કરી છે. ઉલ્લેખનીય છે કે, જેડીએસ-કોંગ્રેસ અને ભાજપે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. આ ચૂંટણીમાં ભાજપને 104, કોંગ્રેસને 78 અને જેડીએસ ગંઠબંધનને 38 બેઠકો મળી છે.
કોંગ્રેસ નેતા ડી શિવકુમારે કહ્યું કે, તે (ભાજપ) અમારા નેતાઓના સંપર્કમાં છે, તે અમે જાણીએ છીએ. બધા પર બહુજ દબાણ છે, પણ આ આસાન નહીં હોય. કેમકે બે પાર્ટીઓન પાસે બહુમતીની સંખ્યા છે. લોકો આ બધુ જોઇ રહ્યાં છે.
ગુલામ નબી આઝાદે બુધવારે કહ્યું, ભાજપાની પાસે 104 ધારાસભ્યો છે, કોંગ્રેસ અને જેડીએસની પાસે 117 છે. રાજ્યપાલને યોગ્ય નિર્ણય કરવો પડશે.
કોંગ્રેસ ધારાસભ્ય અમરેગૌડડા લિંગાનાગૌડા પાટીલ બાય્યાપુરે ન્યૂઝ એજન્સી એએનઆઇને જણાવ્યું કે, મને ભાજપના નેતાઓનો કૉલ આવ્યો હતો. તેમને મને કહ્યું કે અમારી સાથે આવી જાઓ અમે તમને મંત્રાલય આપીશું. અમે તમને મંત્રી બનાવીશું, પણ મે ના પાડી દીધી. અમારા મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી છે.
વળી, પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, બધા કોંગ્રેસના એમએલએ અમારી સાથે છે, કોઇપણ બહાર નથી, અમે સરકાર બનાવવા જઇ રહ્યાં છીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -