કોંગ્રેસની કઈ મહિલા ધારાસભ્યએ PM નરેન્દ્ર મોદીની તુલના ‘ડેગ્યુના મચ્છર’ સાથે કરી, જાણો વિગત
કોંગ્રેસ ધારાસભ્યની ટિપ્પણીનો બીજેપી સાંસદ જવાબ આપતાં કહ્યું હતું કે, રેવ પાર્ટી કરનાર લોકોને મારી પર હુમલો કરવાનો કોઈ હક નથી. શરદ બંસોદેએ કહ્યું હતું કે, મને ખબર છે તે મુંબઈમાં કેમ રહે છે, જો મેં મારું મોઢું ખોલ્યું તો તે સોલાપુરમાં કોઈને મોંઢુ બતાવવાના લાયક રહેશે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત શિંદેએ સ્થાનિક ભાજપ સાંસદ શરદ બંસોદેનો ‘શરાબી’ કહ્યા હતાં. પ્રણીતિ શિંદેએ કહ્યું હતું કે, આ જિલ્લાના વિકાસ માટે બીજેપી નેતાઓએ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો નથી. સરકારે આ જિલ્લાને જે બે નેતા આપ્યા છે તે પોતાની જ લડાઈ લડતાં રહ્યા છે જેમાં એક તો શરાબી છે.
મુંબઈ: બે દિવસ પહેલા જ ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. હવે મહારાષ્ટ્રમાં કોંગ્રેસની એક મહિલા ધારાસભ્ય પ્રણીતિ શિંદેએ નરેન્દ્ર મોદીની તુલના ‘મચ્છર’ સાથે કરી હતી. તેણે કહ્યું હતું કે, દેશમાં ડેગ્યુનો એક નવો મચ્છર પેદા થઈ ગયો છે, જેને મારવા માટે તમે જંતુનાશકનો ઉપયોગ કરજો. પ્રણીતિ શિંદે સોલાપુર દક્ષિણથી કોંગ્રેસના ધારાસભ્ય છે.
પ્રણીતિ શિંદેએ રેલીમાં કહ્યું હતું કે, આપણા દેશમાં ડેગ્યુનો એક નવો મચ્છર આવી ગયો છે, જેનું નામ મોદી બાબા છે. જેના કારણે બધાં બિમાર પડી રહ્યા છે. જંતુનાશક છાંટો અને આગામી વર્ષે સત્તામાંથી ઉખાડીને બહાર ફેંકી દો. જો તમે આવું નહીં કરો તો તમે આ નવા ડેગ્યુનો શિકાર થઈ જશો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -