ત્રણ તલાક પર રાજકારણ, કોંગ્રેસી સાંસદ બોલ્યા- રામે પણ શકના આધારે છોડ્યો હતો સીતાનો સાથ
રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ હુસેન દલવઇએ કહ્યું કે માત્ર મુસ્લિમો જ નહીં દરેક સમાજમાં મહિલાઓ સાથે ખરાબ વ્યવહાર થાય છે. તેમને કહ્યું કે હિન્દુ, ઇસાઇ ધર્મમાં પણ પુરુષોનું જ વર્ચસ્વ છે. શ્રીરામચંદ્રએ પણ શકના આધાર પર સીતાજીને છોડી દીધા હતા. આપણે આખી પ્રણાલીને બદલવી જોઇએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, શુક્રવારે રાજ્યસભામાં ત્રણ તલાક બિલ રજૂ થશે, સંસદના આ સત્રનો એક દિવસ લંબાવાયો છે. નવા બિલમાં ત્રણ તલાક (તલાક-એ-બિદ્દત) ના મામલે બિન જામીન ગુનાને માની લેવામાં આવ્યો છે, પણ સંશોધન પ્રમાણે હવે મેજિસ્ટ્રેટને જામીન આપવાનો અધિકાર હશે.
જોકે, બિલની જોગવાઇઓનો વિપક્ષ વિરોધ કરી શકે છે. બીજેપીએ પોતાના તમામ સાંસદોને સંસદમાં હાજર રહેલા માટે વ્હીપ જાહેર કર્યું છે. કાયદામંત્રી રવિશંકર પ્રસાદે સોનિયા ગાંધી પર હુમલો કરતા પૂછ્યું હતું કે, કોગ્રેસ બિલનું સમર્થન કરશે કે નહીં? ટ્રિપલ તલાક બિલ લોકસભામાં પસાર થયા બાદ વિરોધને કારણે રાજ્યસભામાં પેન્ડિંગ છે.
નવી દિલ્હીઃ ત્રિપલ તલાકને લઇને રાજકારણ ગરમાયું છે, રાજ્યસભામાં આજે મોદી સરકાર સંશોધિત ત્રિપલ તલાક બિલને રજૂ કરશે. આશા છે કે આ બિલ પાસ થઇ જશે, પણ હાલ આ બિલ પર રાજકારણ પુરજોશમાં ચાલુ થઇ ગયુ છે. નેતાઓ પોતાના નિવેદનો આપીને બિલ પર બબાલ કરી રહ્યાં છે. કોંગ્રેસના એક નેતાએ આપેલા વિવાદિત નિવેદન પર બબાલ થઇ ગઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -