શું ચીનમાં થઈ રહ્યું છે ભારતીય ચલણી નોટોનું પ્રિન્ટિંગ ? જાણો કોણે ઉઠાવ્યો આવો સવાલ
આ રિપોર્ટ બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટના કારણે ચીનમાં અન્ય દેશોના નોટ પ્રિન્ટિંગના વધતાં કારોબાર અને ત્યાંના અર્થતંત્ર પર અસર સંબંધિત છે. તેમાં ભારતનો પણ ઉલ્લેખ છે. જોકે, સરકાર વતી હાલ ભારતીય નોટો ચીનમાં છપાય છે કે નહીં તેને લઈ કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ રિપોર્ટને કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવીને સરકાર પાસે સ્પષ્ટીકરણ માંગ્યું છે. તેમણે કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીઅને પિયૂષ ગોયલને ટેગ કરીને ટ્વિટ કરીને લખ્યું કે, ‘જો આ સત્ય હોય તો તેને રાષ્ટ્રીય સુરક્ષા પર ઘાતક અસર થઈ શકે છે. પાકિસ્તાન માટે તેની નકલ કરવી સરળ થઈ જશે. પિયૂષ ગોયલ અને અરૂણ જેટલી સ્પષ્ટતા કરે.’
આ રિપોર્ટની પુષ્ટિ માટે સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે બેંક નોટ પ્રિન્ટિંગ એન્ડ મિટિંગ કોર્પોરેશનના પ્રેસિડેન્ટ લિયૂ ગુશેંગના 1 મેના ઈન્ટરવ્યૂનો ઉલ્લેખ કર્યો છે. ગુશેંગે આ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, વર્ષ 2013થી ચીનમાં વિદેશી નોટોનું છાપકામ શરૂ થયું અને હવે ત્યાં પ્રિન્ટિંગ પ્રેસોમાં ભારત, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, મલેશિયા, થાઇલેન્ડ, બ્રાઝિલ, પોલેન્ડ સહિત અનેક દેશોની નોટો છાપવામાં આવે છે.
નવી દિલ્હીઃ શું ભારતીય ચલણી નોટો ચીનમાં છપાય છે ? ચીનના મીડિયામાં આવેલો એક રિપોર્ટ કંઈક આવો ઈશારો કરે છે. આ કારણે કોંગ્રેસ નેતા શશિ શરૂરે સરકાર પાસે સ્પષ્ટતા માંગી છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના એક રિપોર્ટ મુજબ ભારત, નેપાળ, બાંગ્લાદેશ, મલેશિયા, થાઈલેન્ડ સહિત અનેક દેશોની કરન્સી ચીન સ્થિતિ પ્રિન્ટિંગ પ્રેસમાં છાપવામાં આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -