યુપી બાદ આંધ્રપ્રદેશમાં પણ કોંગ્રેસનો મોટો ઝટકો, નાયડુએ પણ ગઠબંધન કરવાની પાડી દીધી ના, જાણો વિગતે
નોંધનીય છે કે, દેશના સૌથી વધુ લોકસભા બેઠકો ધરાવતા ઉત્તરપ્રદેશમાં આ પહેલા સપા અને બસપાએ ગઠબંધન કરી લીધુ છે. અહીં કોંગ્રેસને પહેલાથી જ ગઠબંધનમાંથી બહાર કરી દીધુ છે.
અહીં ચંદ્રબાબુ નાયડુએ કહ્યુ હતું કે, ભારતીય જનતા પાર્ટીને હરાવવા અને દેશને બચાવવા માટે બધા વિપક્ષી દળોએ એકસાથે આવવું લોકશાહીની મજબૂરી છે.
ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ દિલ્હીમાં 8 જાન્યુઆરીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, એનસીપી પ્રમુખ શરદ પવાર, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી.
ટીડીપી સુત્રો અનુસાર, પાર્ટી આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ વિરુદ્ધના માહોલને જોઇને લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં બેઠકો પર સમાધાન નથી કરવા માંગતી.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઉત્તરપ્રદેશ બાદ હવે બીજા એક રાજ્યમાં પણ મોટો ફટકો પડ્યો છે. તેલંગાનામાં કોંગ્રેસની સાથે ગઠબંધન કરીને વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) હવે કોંગ્રેસ સાથે લોકસભા ચૂંટણી નથી લડવા માંગતી.