સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું, આઝાદીની લડાઈમાં કૉંગ્રેસનું મહત્વનું યોગદાન
મોહન ભાગવતે કહ્યું હતું કે સંઘનો કાર્યકર્તા પ્રચાર વગર પણ કોઈના કોઈ કામમાં લાગ્યો રહે છે. આરએસએસના લોકો લોકોની ભલાઈ માટે કામ કરી રહ્યા છે આમ છતા કેટલાક લોકો સંઘને નિશાન બનાવે છે. મોહન ભાગવતે કહ્યું હતું કે કોંગ્રેસે આઝાદીના આંદોલનમાં મોટી ભુમિકા નિભાવી હતી અને ભારતને ઘણા મહાન લોકો આપ્યા છે. સંઘ પ્રમુખે હેડગેવરને યાદ કરતા કહ્યું હતું કે તે કોંગ્રેસના સભ્ય હતા અને વિદર્ભ ક્ષેત્રના મોટા નેતા હતા. તેમણે અસહયોગ આંદોલનમાં પણ ભાગ લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોહન ભાગવતે સોમવારે કહ્યું હતું કે કોંગ્રેસે સ્વતંત્રતા આંદોલનમાં મોટી ભુમિકા નિભાવી હતી અને ભારતને અનેક મહાપુરુષ આપ્યા હતા. સંઘ પ્રમુખે ત્રણ દિવસીય કાર્યક્રમના બીજા દિવસે ભાષણ આપ્યું હતું. આરએસએસનો દિલ્હીમાં ત્રણ દિવસીય કાર્યક્રમ ‘ભવિષ્યનું ભારત: RSS દ્રષ્ટિકોણ’ચાલી રહ્યો છે. સંઘના આ કાર્યક્રમમાં બોલીવુડની ઘણી હસ્તીઓ સહિત અલગ-અલગ ક્ષેત્રોની હસ્તીઓ હાજર રહી હતી.
નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની દિલ્હી ખાતે ત્રિદિવસીય મંથન શિબિરનો સોમવારથી પ્રારંભ થયો હતો. આ કાર્યક્રમમાં દેશભરની જાણીતી વ્યક્તિઓ પહોંચી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રને લગતા અનેક મહત્વના મુદ્દે મોહન ભાગવતે પોતાના વિચાર રજૂ કર્યા હતા. ભવિષ્યનું ભારત : આરએસએસના દૃષ્ટિકોણ હેઠળ યોજાયેલી ત્રિદિવસીય શિબિરમાં વિવિધ મુદ્દે ભારતનિર્માણની રૂપરેખા રજૂ કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -