ત્રણ રાજ્યોમાં જીત બાદ કોંગ્રેસનો બીજેપી પર કટાક્ષ, ભારતનો નકશો શેર કરી કહ્યું- આ છે સ્વચ્છ ભારત અભિયાન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Dec 2018 07:40 AM (IST)
1
2
ઉલ્લેખનીય છે કે, 2014માં બાદ કોંગ્રેસ જે રીતે ભારતના નકશામાંથી દુર થઇને ભગવા રંગે રાજ્યો રંગાયા હતા, તે જ રીતે હવે કોંગ્રેસ આગળ વધી રહી છે.
3
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પોતાની જીતથી ઉત્સાહિત કોંગ્રેસ સરકાર બનાવવા તૈયારી કરી રહી છે, ત્યારે બીજેપી પર કટાક્ષ અને પ્રહારો કરવામાં ક્યાંક પાછી પાણી થતી નથી. હવે કોંગ્રેસે બીજેપી પર એક નકશો પૉસ્ટ કરીને કટાક્ષ કર્યો છે.
4
આ નકશામાં કોંગ્રેસની સરકાર જ્યાં જ્યાં છે અને જ્યાં બનાવવા જઇ રહી છે તેને વાદળી રંગથી બતાવવામાં આવ્યુ છે. એટલે કે ભગવો દેશમાંથી હટી રહ્યો છે.
5
કોંગ્રેસે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર એક ઇમેજ પૉસ્ટ કરી છે, જેમાં ભારતનો નકશો બતાવવામાં આવ્યો છે, કોંગ્રેસે બીજેપી પર કટાક્ષ કરતાં લખ્યુ છે કે- આ છે ઇન્ડિયાનું નવું સ્વચ્છ ભારત અભિયાન...