કૉંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી: રાહુલ ગાંધીએ નામાંકન દાખલ કર્યું, પ્રણવ મુખર્જીએ કર્યું તિલક
કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી નામાંકન દાખલ કરવા માટે પાર્ટીના હેડક્વાટર પહોંચ્યા પહેલા રાહુલ મનમોહન સિંહના ઘરે ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહલ ગાંધી આશરે 10.30 વાગ્યે કૉંગ્રેસ હેડક્વાટર પહોંચ્યા અને તેમણે નામાંકન દાખલ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી. એક રિપોર્ટ્સ પ્રમાણે કૉંગ્રેસ અધ્યક્ષ પદ માટે માત્ર રાહુલ ગાંધી એક જ ઉમેદવાર છે, બીજા કોઈ દ્વારા નામાંકન દાખલ કરવામાં નથી આવ્યું. રાહુલ ગાંધીને કોઈએ પડકાર નથી આપ્યો.
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ, કર્ણાટકના સિદ્ધરમૈયા, હિમાચલ પ્રદેશના વીરભદ્ર સિંહ, પોંડીચેરીના કે વી. નારાયણસ્વામી, મેધાલયના મુકુલ સંગ્મા અને વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા હાજર રહ્યા હતા.
રાહુલ ગાંધીની ઉમેદવારી માટે પ્રસ્તાવકોમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સામેલ છે. કૉંગ્રેસના રાજ્યોના પ્રમુખ, વરિષ્ઠ નેતા પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રતિનિધિ પણ રાહુલ ગાંધીના સમર્થન માટે કૉંગ્રેસના કેંદ્રીય કાર્યાલય ખાતે હાજર રહ્યા હતા.
નવી દિલ્લી: કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કૉંગ્રેસ હેડક્વાટરમાં પાર્ટી અધ્યક્ષ પદ માટે નામાંકન દાખલ કર્યું છે. આ પ્રસંગે પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રણવ મુખર્જીએ રાહુલને તિલક કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -