RSS માનહાનિ કેસ: રાહુલ ગાંધી આજે ઠાણે કોર્ટમાં આપશે હાજરી, 2014માં નોંધાઈ હતી ફરિયાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Jun 2018 09:22 AM (IST)
1
મુંબઈ કૉંગ્રેસ અધ્યક્ષ સંજય નિરૂપમે જણાવ્યું હતું કે કૉંગ્રેસ અધ્યક્ષ આશરે 11 વાગ્યે ભિવંડી કોર્ટમાં હાજર થશે. આરએસએસના એક સ્થાનિક કાર્યકર્તા રાજેશ કુંતેએ આ ફરીયાદ દાખલ કરાવી હતી.
2
વકીલ નારાયણ અય્યરના અનુસાર, કોર્ટ 2014ના મામલામાં કૉંગ્રેસ અધ્યક્ષની વિરૂદ્ધમાં આરોપ નક્કી કરી શકે છે. માનહાનિનો મામલો 6 માર્ચ 2014ની એક ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીના એક કથિત નિવેદન સાથે જોડાયેલો છે જેમાં આરએસએસને મહાત્મા ગાંધીના હત્યા સાથે જોડવામાં આવ્યું હતું.
3
મુંબઈ: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે મહારાષ્ટ્રની ભિવંડી કોર્ટમાં હાજર થવા માટે મુંબઈ પહોંચી ભિવંડી જવા માટે રવાના થયા છે. આરએસએસની વિરૂદ્ધમાં કથિત ટિપ્પણીને લઈને માનહાનિ કેસમાં કોર્ટમાં તેમને હાજર રહેવાનું છે. જ્યા તેમની વિરૂદ્ધ આરોપ નક્કી થઈ શકે છે.