✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નવી વર્કિંગ કમિટીની જાહેરાત, ગુજરાતમાંથી ક્યાં નેતાને મળ્યું સ્થાન, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Jul 2018 10:11 PM (IST)
1

2

વિશેષ આમંત્રિત સભ્યો તરીકે કેએચ મુનિયપ્પા, અરૂણ યાદવ, દીપેન્દ્ર હુડ્ડા, જિતિન પ્રસાદ, કુલદીપ વિશ્નોઇ, ઇંકટના અધ્યક્ષ જી સંજીવ રેડ્ડી, ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષ કેશવ ચંદ યાદવ, એએનએસયૂઆઈના અધ્યક્ષ ફિરોજ ખાન, અખિલ ભારતીય મહિલા કોંગ્રેસની અધ્યક્ષ સુષ્મિતા દેવ અને કોંગ્રેસ સેવા દળના મુખ્ય સંગઠક લાલજીભાઈ દેસાઇને સામેલ કરવામાં આવ્યા છે.

3

સીડબલ્યૂસીમાં સ્થાયી આમંત્રિત સભ્યોમાં દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિત, પૂર્વ નાણાપ્રધાન પી ચિદંમ્બરમ, જ્યોતિરાદિત્ય સિંધિયા, બાબાસાહેબ થોરાટ, તારિક હમીદ કારા, પીસી ચાકો, જિતેન્દ્ર સિંહ, આરપીએન સિંહ, પીએલ પૂનિયા, રણદીપ સુરજેવાલા, આશા કુમારી, રજની પાટિલ, રામચંદ્ર ખૂંટિયા, અનુગ્રહ નારાયણ સિંહ, રાજીવ સાતવ, શક્તિસિંહ ગોહિલ, ગૌરવ ગોગોઈ અને એ.ચેલ્લાકુમાર સામેલ છે.

4

આ સિવાય આસામના પૂર્વ મુખ્યપ્રધાન તરૂણ ગોગોઈ, કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધરમૈયા, ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવત, વરિષ્ઠ નેતા આનંદ શર્મા, કુમારી શૈલજા, મુકુલ વાસનિક, અવિનાશ પાંડે, કેસી વેણુગોપાલ, દીપક બાબરિયા, તામ્રધ્વજ સાહુ, રઘુવીર મીણા અને ગૈખનગમ કે નામ પણ કોંગ્રેસ કાર્ય સમિતિમાં છે.

5

સીડબલ્યૂસીના સભ્યોમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પાર્ટીના કોષાધ્યક્ષ મોતીલાલ વોરા, અશોક ગેહલોત, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, એકે એન્ટોની, અહમદ પટેલ, અંબિકા સોની અને ઓમાન ચાંડીને સ્થાન આપવામાં આવ્યું છે.

6

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ વર્કિંગ કમિટીની રચના કરી છે. નવી ટીમમાં અનુભવી નેતાઓની સાથે યુવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાતમાંથી અહમદ પટેલ, શક્તિસિંહ ગોહિલ, દિપક બાબરિયા અને લાલજી દેસાઈને સ્થાન મળ્યું છે. કૉંગ્રેસ વર્કિંગ કમિટીમાં 23 સભ્યો, 19 સ્થાયી આમંત્રિત સભ્યો અને 9 આમંત્રિત સભ્યોને સામેલ કરવામાં આવ્યા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નવી વર્કિંગ કમિટીની જાહેરાત, ગુજરાતમાંથી ક્યાં નેતાને મળ્યું સ્થાન, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.