માયાવતી-અખિલેશના ગઠબંધન પર રાહુલ ગાંધીએ શું કહ્યું ? જાણો વિગત
ઉત્તર પ્રદેશને લઇને રણનીતિ અંગેના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે અમે પીછે હઠ નહીં કરીએ, કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ શક્તિ સાથે દરેક સીટ પર ચૂંટણી લડશે. મારું માનવું છે કે તેઓએ કોંગ્રેસ પાર્ટીને અંડરએસ્ટીમેટ કરી છે. કોંગ્રેસ પાર્ટીની શક્તિથી તેઓ હજુ અજાણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદુબઇ યાત્રા પર ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આ એક રાજનીતિક નિર્ણય છે. તેઓએ પોતાનો રાજનીતિક નિર્ણય લીધો અમે તેનું સન્માન કરીએ છીએ. હું માયાવતી, અખિલેશ અને મુલાયમ સિંહનો આદર કરું છું. પરંતુ અમારે અમારું કામ પણ કરવું પડશે. અમે ઉત્તર પ્રદેશમાં સમગ્ર તાકાતથી ચૂંટણી લડીશું.
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે લોકસભા ચૂંટણી 2019 માટે થયેલા ગઠબંધનમાં કોંગ્રેસને બાકાત રાખવા મુદ્દે રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. રાહુલે કહ્યું કે પાર્ટી રાજ્યની તમામ સીટો પર સંપૂર્ણ ઉર્જા સાથે ચૂંટણી લડશે.સાથે જ કહ્યું કે સપા-બસપાએ કોંગ્રેસની શક્તિને ઓછી આંકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -