કોંગ્રેસે ‘4 વર્ષ 40 સવાલો’ની બહાર પાડી પત્રિકા, કહ્યું- પીએમ મોદી અને શાહની જોડી દેશ માટે હાનિકારક
પક્ષના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું રાષ્ટ્રીય સુરક્ષાને લઈ વડાપ્રધાને ચૂંટણીમાં અનેક વાતો કરી હતી. તેનો તેમને ફાયદો પણ થયો, પરંતુ આજે રાષ્ટ્રીય સુરક્ષાની શું હાલત છે ? મોદી સરકારમાં કોઈપણ સુરક્ષિત નથી. ડોકલામમાં શું થયું, બધાને ખબર છે, જે બાદ પણ પીએમ ચીનના પ્રવાસે ગયા. ભ્રષ્ટાચારને લઈ મોદીએ મોટી મોટી વાતો કરી હતી. બ્લેક મની પરત ન લાવી શક્યા પરંતુ સફેદ નાણું બહાર મોકલી દીધું. નીરવ મોદી, વિજય માલ્યા જેવા લોકો દ્વારા હજારો કરોડો રૂપિયા બહાર મોકલી દીધા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસ મહાસચિવ અશોક ગહલોતે કહ્યું, ચાર વર્ષમાં દરેક વર્ગના લોકો દુઃખી અને ભયભીત છે. કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરનારાં લોકો ખુદ મુક્ત થઈ જશે. કોંગ્રેસ ક્યારેય ખતમ નહીં થાય. દેશમાં કૃષિની હાલત ખરાબ છે. કૃષિ ક્ષેત્રનો વિકાસ દર સૌથી નિમ્ન સ્તરે પહોંચી ગયો છે.
ચાર વર્ષ દરમિયાન મોદી અને અમિત શાહની જોડી દેશ માટે હાનિકારક સાબિત થઈ હોવાનો દાવો પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, વીતેલા ચાર વર્ષ દરમિયાન માત્ર વાતો અને જનતા સાથએ વિશ્વાસઘાત થયો છે. કંઈ કામ થયું નથી. મોદી સરકારના ચાર વર્ષને માત્ર ચાર શબ્દોમાં જ વર્ણવી શકાય: ‘પ્રપંચ, પ્રચાર, પ્રતિશોધ અને ઝૂઠ’ તેમ પણ સુરજેવાલાએ કહ્યું.
નવી દિલ્હીઃ કેન્દ્રમાં મોદી સરકારના ચાર વર્ષ પૂરા થવાના અવસર પર કોંગ્રેસ જોરદાર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે ‘ચાર વર્ષ, 40 સવાલ’ શીર્ષક હેઠળ એક પત્રિકા પણ જાહેર કરી છે. જેમાં સરકાર પર રાષ્ટ્રીય સુરક્ષા, કાળું નાણું, ભ્રષ્ટાચાર, રોજગાર, મોંઘવારી, દલિતો અને નબળા લોકોની સુરક્ષા અને ખેડૂતોના મુદ્દાને લઈ સરકાર નિષ્ફળ રહી હોવાનો આરોપ લગાવાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -