UPમાં સપા-બસપાના ગઠબંધન બાદ કોંગ્રેસે કહ્યું, અમે એકલા હાથે તમામ 80 બેઠકો પર લડીશું ચૂંટણી
કૉંગ્રેસ પાર્ટીના મહાસચિવ અને યુપી પ્રભારી ગુલામ નબી આઝાદે કહ્યું છે કે કૉંગ્રેસ પાર્ટી ઉત્તરપ્રદેશમાં તમામ 80 બેઠકો પર લોકસભાની ચૂંટણી લડશે. આઝાદે એમ પણ કહ્યું કે દેશમાં થનાર ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કૉંગ્રેસની વચ્ચે થવાનો છે, તેના માટે પાર્ટીએ તૈયારીઓ કરવાનું શરૂ કરી દિધું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલખનઉ: ઉત્તરપ્રદેશમાં સપા અને બસપાના ગઠબંધનમાં જગ્યા ન મળતા કૉંગ્રેસે પોતાના દમ પર લોકસભામાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. કૉંગ્રેસે કહ્યું કે તેઓ તમામ 80 બેઠકો પર ઉમેદવાર ઉતારશે અને ચૂંટણીમાં આશ્ચર્યજનક પ્રદર્શન કરશે. શનિવારે સપા અને બસપાએ મળી રાજ્યમાં 38-38 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. આ ગઠબંધનમાં કૉંગ્રેસને કોઇ સ્થાન નથી મળ્યું, જો કે અમેઠી અને રાયબરેલી સીટ પર ગઠબંધન કૉંગ્રેસ વિરૂદ્ધ કોઇ ઉમેદવાર ઉતારશે નહીં.
ગુલામ નબી આઝાદે કહ્યું, અમે તો ગઠબંધન કરવા માંગતા હતા, પરંતુ તેમને અમારી સાથે આવવાનું યોગ્ય સમજયું નહીં. અમે તમામ સીટો પર એકલા લડવા માટે તૈયાર છીએ. અમારી તૈયારી પૂરી છે અને જે પણ પક્ષ ભાજપને હરાવા માટે અમારી સાથે આવવા માંગે છે તેનું સ્વાગત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -