PM મોદીના ઈન્ટરવ્યૂ પર કૉંગ્રેસે ઉઠાવ્યા સવાલ, કહ્યું- હિંમત હોય તો પત્રકાર પરિષદ કરે
કૉંગ્રેસ નેતા શકીલ અહમદે કહ્યું, રોજગારનો સર્વ 2016માં ખત્મ કરી દેવામાં આવ્યો જેથી લોકોને રોજગારીના આંકડાની ખબર ન પડે. ઓટો રીક્ષા ચલાવનારાથી લઈને વકીલ સુધીના વિશે કહે છે કે અમે રોજગાર આપ્યો છે. યુવાઓને દગો આપ્યો છે, ઉલટાના 22 લાખ લોકોને નોકરીઓ પરથી હટાવ્યા છે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યૂ પર વિપક્ષે નિશાન સાધ્યું છે. પીએમ મોદીના આ ઈન્ટરવ્યૂ પર કૉંગ્રેસની પ્રતિક્રિયા આવી છે. કૉંગ્રેસ નેતા શકીલ અહમદે પ્રધાનમંત્રી મોદીના ઈન્ટરવ્યૂને પ્રિપ્લાન ગણાવ્યો હતો. એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં શકીલ અહમદે કહ્યું પ્રધાનમંત્રીએ છુપી રીતે ઈન્ટરવ્યૂ કરવાના બદલે પ્રેસ કૉંન્ફ્ર્રેંસ કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે પોતાના ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન પીએમ મોદીએ એક પણ પ્રેસ કૉફ્રેંસ નથી કરી.
એનઆરસી મુદ્દા પર શકીલ અહમદે કહ્યું, આસામના ભાજપના ધારાસભ્યનું કહેવું છે કે 40 લાખમાંથી 20-25 લાખ હિંદુ છે. જ્યારે મોદી-શાહ દેશભરમાં એ સંદેશ આપવા માંગે છે કે 40 લાખ બાંગ્લાદેશી ઘુસણખોર છે. પોતાના સમર્થકોને જ દગો આપી રહ્યા છે.
કૉંગ્રેસ નેતા શકીલ અહમદે કહ્યું, પ્રધાનમંત્રીએ ફિક્સ ઈન્ટરવ્યૂ આપવાના બદલે સંવાદદાતા સમ્મેલન આયોજીત કરવાની હિંમત બતાવવી જોઈએ. 56 ઈંચની છાતી વાળા પીએમએ છેલ્લા સાડા ચાર વર્ષમાં એક પણ પ્રેસ કૉંફ્રેંસ નથી કરી. કૉંગ્રેસે દરેક મુદ્દાઓ પર પ્રધાનમંત્રીના ઈન્ટરવ્યૂનો જવાબ આપ્યો હતો.