‘લો ટચ કરી હિન્દુ યુવતી, હવે હાથ તોડીને દેખાડો’, કોંગ્રેસ સમર્થકની અનંત હેગડેને ચેલેન્જ
અનંત હેગડેનાં નિવેદની ખુબ ટીકા પણ થઈ હતી. હિન્દુ યુવતીઓના નિવેદન બાદ કર્ણાટકના કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગુંડુરાવ અને તેની વચ્ચે ટ્વીટર પર યુદ્ધ છેડાયું. સાથે જ કર્ણાટકના વિકાસમાં હેગડેના યોગદાન અને ઉપલબ્ધિ પર પણ સવાલ ઉઠ્યા હતા.
કર્ણાટકના કોડાગુમાં રવિવારે એક રેલીને સંબોધન કરતી વખતે કેન્દ્રીય કૌશલ્ય વિકાસ મંત્રી અનંત કુમારે આ વાત કરી હતી. તેમનું કહેવું હતું કે આપણે આપણા સમાજની પ્રાથમિકતાઓ અંગે ફરીથી વિચારવું જોઇએ. આપણે જાતિ અંગે ન વિચારવું જોઇએ, આપણી આસપાસ જે થઇ રહ્યું છે તેના પર પણ નજર રાખવી જોઇએ.
નવી દિલ્હીઃ કોંગ્રેસ સમર્થક તહસીન પૂનાવાલાએ સોમવારે કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડેના વિવાદિત નિવેદનનો જડબાતોડ જવાબ આપ્યો છે. તહસીને કેન્દ્રીય મંત્રીના ટ્વીટને પડકાર ફેંકતા કહ્યું કે, ‘અનંત હેગડે જી મારા હાથે હિન્દુ યૂવતી ટચ થઈ ગઈ છે, હવે તમે જે કરવા ઈચ્છો તે કરો’.
આ પહેલા અનંત કુમાર હેગડેએ રવિવારે કહ્યું હતું કે 'જે હાથ હિન્દુ યુવતીને ટચ કરે તેને તોડી નાખવા', મંત્રીની આ કોમેન્ટ બાદ કોંગ્રેસ સમર્થક પૂનાવાલાએ તેમને પડકાર ફેંક્યો હતો.