રવિવારની રજા બાદ આજે એક વખત ફરી ખુલશે બેંક, થોડી રાહત મળે તેવી શક્યતા
જોકે આ મુદ્દે રાજનીતિમાં પણ ગરમાવો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે વહેલી સવારે રૂપિયા ઉપાડવા માટે એટીએમના લાઈનમાં લાગેલા લોકોને મળવા દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં પહોંચી ગયા. જહાંગીરપુરી બાદ રાહુલ ગાંધી ઇન્દ્રલોક, આનંદ પરબત, આઝાદ માર્કેટ અને ઇન્દર લોક વિસ્તારમાં પણ એટીએમની બહાર લોકોને મળ્યા અને તેમને પડતી હાલાકી અંગે જાણકારી મેળવી.
જોકે સ્થિતિમાં હજુ પણ કોઈ સુધારો જોવા મળ્યો નથી. રવિવારે પણ દેશભરમાં એટીએમમાં લાંબી લાઈનો જોવા મળી. જેમાં કોઈને રોકડ મળી તો અનેક લોકોએ ખાલી હાથે પાછા ફરવું પડ્યું.
રવિવારે રજા બાદ આજે દેશભરમાં તમામ બેંક ખુલશે. આજે એક વખત ફરી જૂની નોટ બદલવાનં કામ શરૂ થશે. એટીએમ, પેટ્રોલ પંપ અને દુકાનમાં લાગેલ સ્વાઈપ મશીનથી પણ તમે રોકડ ઉપાડી શકશો.
નવી દિલ્હીઃ 8 નવેમ્બરના રોજ 500 અને 1000ની જૂની નોટ બંધ થયા બાદ અત્યાર સુધી બજારમાં રોકડનો કકળાટ યથાવત રહ્યો છે. બેંક બંધ હોવાને કારણે રવિવારે લોકો માત્ર એટીએમનાં જ ભરોસે રહ્યા પરંતુ આજે બેંક ખુલશે જેના લીધે થોડી રાહત મળે તેવી શક્યતા છે. સરકાર દ્વારા 500 અને 1000ની નોટ બંધ થવાનો આજે 13મો દિવસ છે.